નિવૃત સંનદી અધિકારી જગત સિંહ વસાવાનો પુત્ર પ્રવીણની વલસાડ LCB એ ધરપકડ કરી હતી. જેની સામે પોતાના નામે વાહનો રજિસ્ટ્રેશન કરાવીને વાહનો બુટલેગરોને દારુ સપ્લાય કરવા માટે પુરા પડતો હતો. ડુંગરા પોલીસ મથકે તેના વિરુદ્ધમાં 2017માં ગુનો દાખલ થયો હતો. તે સમયથી પ્રવીણ વોન્ટેડ હતો અને તે ભાગતો ફરતો હતો.
વલસાડ LCB એ સનદી અધિકારીના પુત્રની ધરપકડ કરતા ચકચાર - gujartinews
વલસાડ:નિવૃત સનદી અધિકારીનો પુત્ર જે પોતાના નામે વાહનો રજીસ્ટ્રેશન કરાવી બુટલેગરોને વાહનો દારુ સપ્લાય કરવા માટે પુરા પડતો હતો. તેની સામે વલસાડના વાપી ખાતે આવેલા ડુંગરા પોલીસ મથકમાં થર્ડ પાર્ટના આધારે ગુનો નોંધાયો હતો. જે છેલ્લા કેટલાક સમયથી વોન્ટેડ હતો. તેને પોલીસે સુરતના ઉમરપાડાથી ધરપકડ કરતા ચકચાર મચી ગઇ હતી.
valsad
તેથી વલસાડ LCBએ તેની ધરપકડ સુરતના ઉમરપાડાથી કરી હતી. નોંધનીય છે કે, પ્રવીણ સિંહ I AS જગત વસાવાનો પુત્ર છે, જેમણે થોડા સમય પૂર્વે વનપ્રધાન ગણપત વસાવાની સામે 77 કરોડની આવક કરતા વધુ સંપત્તિ ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.