VHP અને બજરંગ દળ દ્વારા સોમવારે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, વલસાડ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે આવી જ એક ઘટનામાં મહિલાને વ્યાજે પૈસા આપીને સલીમ મેમણ, નાસીર ડોસા અને અનવર નામના ઇસમે વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી પેટે અવારનવાર મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું.
દુષ્કર્મ આચરનારા સામે કાર્યવાહી કરવા VHP અને બજરંગ દળે કલેક્ટરને પાઠવ્યું આવેદન - vld
વલસાડઃ જિલ્લામાં એક મહિલાને વ્યાજે પૈસા આપ્યા બાદ ઉઘરાણી પેટે મહિલાઓનું શારીરિક શોષણ કરનારા શખ્સ સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કડક કાર્યવાહીની માગ સાથે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતુ કે, સમાજમાં રહીને ખરાબ કામ કરનારા ઇસમોને કાયદાકીય સકંજામાં કસીને તેમની સામે કડકમાં કડક પગલા ભરવા જોઇએ.
application valsad
જો કે, હાલ વ્યાજ બાબતે થયેલી ફરિયાદમાં પોલીસે સલિમ મેમણ અને નાસિર ડોસાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે ઈસમો પોલીસના સંકજાથી દૂર છે. જેથી આવા આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સોમવારે વલસાડ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાયદાકીય પગલા ભરવા માગ કરવામાં આવી છે.