- વિધાનસભા પેટા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ
- કપરાડામાં ચેકપોષ્ટ ઉભી કરાઇ
- સઘન વાહન ચેકીંગ અભિયાન શરૂ
વલસાડઃ જિલ્લામાં કપરાડા 2020 ની વિધાનસભા પેટા ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા સ્ટેટિક ટિમ બનાવવામાં આવી છે. જેના દ્વારા સેલવાસથી ગુજરાતના કપરાડાના પ્રવેશ દ્વાર પર ચેકપોષ્ટ ઉભી કરી પોલીસ સાથે રહી સઘન વાહન ચેકીંગ અભિયાન શરૂ થયું છે. જે રાત્રિ દરમિયાન પણ સતત કરાઈ રહ્યું છે. જેથી કોઈ પણ વાહન ચલાક દારૂ કે ગેરકાયદેર રીતે પૈસાની હેરાફેરી કરતા પકડાય તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
શાંતિ પૂર્ણ મતદાન માટે બનાવવામાં આવી સર્વેલન્સ ટિમ
કાપરડા વિધાસભાની કેટલીક બોર્ડર સંઘ પ્રદેશ સેલવાસ એટલે કે દાદરા અને નગર હવેલીની નજીક આવેલી છે. આવી બોર્ડર પર હાલ નાનાપોઢા પોલીસ દ્વારા ચેકપોષ્ટ ઉભી કરવામાં આવી છે અને સંઘ પ્રદેશ માથી ગુજરાતમાં પ્રવેશતા વાહનચાલકોનું આ ચેકપોષ્ટ પર સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીને અનુલક્ષી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે મતદારો શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે એવા હેતુ ચૂંટણી લક્ષી સ્ટેટીક સર્વેલન્સ ટિમ બનાવવામાં આવી છે.