ગુજરાત

gujarat

ETV Bharat / state

ચોમાસમાં શાકભાજીના ભાવમાં વધારો, ગૃહિણીનું બજેટ ખોરવાયું - price increase

વલસાડઃ ચોમાસાની શરૂઆત થતાં જ શકભાજીના ભાવોમાં ઉછાળો આવ્યો છે, જેનાથી મધ્યમવર્ગીય પરિવારની સ્થિતિ દયનીય બની રહી છે. ચોમાસાના વરસાદમાં શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો આવે છે, જેથી બજારમાં વેચાતા શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.

શાકભાજીના ભાવમાં વધારો

By

Published : Jul 16, 2019, 6:51 PM IST

શાકભાજી માર્કેટમાં ચોમાસુ શરૂ થતાંની સાથે જ શાકભાજીના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. જેથી મધ્યમવર્ગીય પરિવારની મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું છે. જે મહિલાઓ એક કિલોથી લઈને 500 ગ્રામ સુધીનું શાકભાજી ખરીદતી હતી તેઓ હાલ માત્ર 200 ગ્રામ જેટલું જ શાકભાજી ખરીદે છે. બીજી તરફ કેટલીક મહિલાઓનું કહેવું છે કે, હાલ જેઓ શાકાહારી નહીં, પરંતુ માંસાહારી ખાતા હોય તેમને માટે હાલ બંનેનો ભાવ એક સમાન બની ચૂક્યો છે.

ચોમાસમાં શાકભાજીના ભાવમાં વધારો, ગૃહિણીનું બજેટ ખોરવાયું

શાકભાજીના પ્રતિ 1 કિલોનો ભાવ...

રીંગણ 20 થી 30 રૂપીયા કિલો
ગુવાર 60 રૂપીયા કિલો
ભીંડા 30 થી 40 રૂપીયા કિલો
પાપડી 60 રૂપીયા કિલો
વટાણા 150 રૂપીયા કિલો
કંટોલા 150 રૂપીયા કિલો
લીલા ધાણા 200 રૂપીયા કિલો
આદુ 160 રુપીયા કિલો
ટામેટા 40 રુપીયા કિલો
કારેલા 40 રૂપીયા કિલો
ચોળી 60 રૂપીયા કિલો
ફ્લાવર 60 રૂપીયા કિલો
ટીંડોળા 60 રૂપીયા કિલો
પરવર 80 રૂપીયા કિલો

વેપારી મહિલાએ જણાવ્યું કે, હાલ જે કોથમીર બજારમાં વેચાણ અર્થે આવી રહી છે તે, મહારાષ્ટ્રના સંગમનેરથી આવી રહી છે. જેથી તેનો ભાવ વધી જાય છે. શાકભાજી લાવવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને ત્યારબાદ, પણ જો અહીં વેચાણ ન થાય તો તે બગડી પણ જાય છે. તેથી વેચાણ કરતા વેપારીઓને પણ મુશ્કેલી પડે છે.

ચોમાસાના 4 માસ દરમિયાન વધી રહેલા ભાવોને કારણે મહિલાઓની મૂંઝવણ વધી છે. તેથી જ આદુ, કોથમીર અને કંટોલાના ભાવ 200 રૂપિયાને આંબી ગયા હોવાથી મહિલાઓ રસોઈ માં કોથમીરનો ઉપયોગ ટાળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details