- વાપી પાલિકાના વોર્ડ 6માં સૌથી વધુ મુસ્લિમ મતદારો
- વોર્ડ નંબર 6 કોંગ્રેસનો ગઢ મનાય છે
- મુખ્યત્વે પરપ્રાંતીય અને મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ
વાપી: વાપીમાં 11 વોર્ડની 44 બેઠકો પૈકી 1 બેઠક ભાજપના ફાળે બિનહરીફ મેળવ્યા બાદ 28મી નવેમ્બરે 11 વોર્ડની 43 બેઠકો માટે મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આપ ના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ છે. પંરતુ, વાપી પાલિકાની ચૂંટણીમાં (Vapi municipal elections 2021) આ વખતે વોર્ડ નંબર 6માં ભાજપ-કોંગ્રેસના-આપના ઉમેદવાર ઉપરાંત અપક્ષ ઉમેદવાર પણ મેદાનમાં છે તેથી ચતુષ્કોણીય જંગ છેડાઈ ગઈ છે. ગત ટર્મમાં સત્તા પર રહેલ ભાજપે આ વખતે ફરી સત્તા જાળવી રાખવા ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે, તો સત્તા મેળવવા કોંગ્રેસના ઉમેદવારોએ (Congress candidates) પણ કમર કસી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.
વાપી: વોર્ડ નંબર 6 એટલે કોંગ્રેસનો ગઢ, કોંગ્રેસ-ભાજપ-આપ અને અપક્ષ વચ્ચે ચતુષ્કોણીય જંગ પરપ્રાંતીય અને મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ
મુસ્લિમ બહુમતી (Muslim majority) અને ગીતાનગર જેવો સ્લમ વિસ્તાર આ વોર્ડમાં આવતો હોય બંને પક્ષોએ મુસ્લિમ ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. તેમજ અપક્ષ ઉમેદવાર પણ મુસ્લિમ છે. વોર્ડ નંબર 6માં ભાજપે અજીમ ઇરસાદ શૌકત અલી મીર્જા, રોશની ઇકબાલ સિદ્દીકી, દિનેશ પટેલ, પ્રીતિબેન પટેલ નામના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે તેમના જુના જોગીઓ અને સતત 3 ટર્મથી આ વિસ્તારમાં ચૂંટાતા આવતા ખંડુભાઈ પટેલ, પીરમોહમ્મદ મકરાણી, નસીરબાનું પાનવાલા અને મીના પટેલ નામના ઉમેદવારોની પેનલ રચી છે. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી અંકુશ લાલુ પંચાલ તો, અપક્ષ ઉમેદવાર તરીકે જમીલ ખાન નામના પૂર્વ કોંગ્રેસી કાર્યકરે ઉમેદવારી નોંધાવી છે.
આ પણ વાંચો:Vapi municipal elections 2021 : સૌથી વધુ મતદારો ધરાવતા વોર્ડ નંબર 5ના લેખાજોખા સાથે ઉમેદવારોનો અભિપ્રાય
વાપીના તમામ વોર્ડમાં ભાજપ સામે નારાજગી
ગત ટર્મમાં વોર્ડ નંબર 6ની ચૂંટણીમાં વિજય મેળવી વિપક્ષી નેતાની ભૂમિકા ભજવનાર કોંગ્રેસના ખંડુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે પણ જ્યારથી ઉમેદવારી ફોર્મ ભર્યા છે, ત્યારથી મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે. આ વોર્ડ કોંગ્રેસનો ગઢ(Ward No. 6 is the stronghold of Congress) હતો છે અને રહેશે. ગત ટર્મમાં વિપક્ષ માં રહીને પણ આ વિસ્તારના લોકોપયોગી કામ કર્યા છે, એટલે ફરી એકવાર કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમત સાથે વિજય મળશે. આ વખતે વાપીના તમામ વોર્ડમાં ભાજપ સામે નારાજગી છે. લોકો પરિવર્તન ઈચ્છે છે. જે જોતા કોંગ્રેસ સત્તાની ખૂબ નજીક છે.
વાપી: વોર્ડ નંબર 6 એટલે કોંગ્રેસનો ગઢ, કોંગ્રેસ-ભાજપ-આપ અને અપક્ષ વચ્ચે ચતુષ્કોણીય જંગ ભાજપે જનતાને માત્ર દુઃખી કરી: પીરમોહમ્મદ મકારણી
કોંગ્રેસ ઉમેદવાર પીરમોહમ્મદ મકારણીએ જણાવ્યું હતું કે, જ્યારથી અમે ઉમેદવારી ફોર્મ ભર્યા છે, ત્યારથી જ યુવા મતદારો, મહિલા મતદારો સતત અમારી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાઈ રહ્યા છે. અમે આ વોર્ડમાં કરેલા વિકાસના કામો સાથે મત માંગીએ છીએ વિપક્ષમાં રહીને આ વોર્ડમાં કામ કર્યા છે, અને ભાજપે સત્તામાં રહીને શુ કામ કર્યા છે તે જનતા સુપેરે જાણે છે. ભાજપે જનતાને માત્ર દુઃખી કરી છે.
મતદારો પણ ભાજપના ઉમેદવારને તક આપવાના મૂડમાં
વોર્ડ નંબર 6માં પ્રથમ વખત ઉમેદવારી કરી રહેલી મુસ્લિમ યુવતી રોશની ઇકબાલ સિદ્દીકીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ વખતે આ વોર્ડમાં ભાજપની (BJP) પેનલ જીત મેળવશે. અમે ડૉર ટૂ ડૉર લોકોને મળી રહ્યા છીએ તેમને મતદાન અંગે સમજણ આપીએ છીએ. આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોએ જોઈએ તેવા કામ કર્યા નથી. અમે અહીંના રસ્તાઓની, ગટરની, રાશન કાર્ડની સમસ્યા હલ કરવાની ખાતરી સાથે ચૂંટણી પ્રચાર કરીએ છીએ. મતદારો પણ ભાજપના ઉમેદવારને તક આપવાના મૂડમાં છે, જોરદાર જનસમર્થન મળી રહ્યું છે.
વાપી: વોર્ડ નંબર 6 એટલે કોંગ્રેસનો ગઢ, કોંગ્રેસ-ભાજપ-આપ અને અપક્ષ વચ્ચે ચતુષ્કોણીય જંગ આ પણ વાંચો:વાપી નગરપાલિકાની ચૂંટણીમાં તમામ 44 બેઠક પર જીતવાનો ભાજપનો સંકલ્પ, કોંગ્રેસ અને AAP પણ મેદાનમાં
કોંગ્રેસના નેતાઓ આ વોર્ડમાં માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે...
અન્ય ભાજપના ઉમેદવાર અઝીમ મીરજાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 6 કોંગ્રેસનો ગઢ છે, પરંતુ આ વખતે મતદારો ભાજપના ઉમેદવારોને મત આપશે તેવું જનસમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ આ વોર્ડમાં માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે. લોકો પાણી, ગટર, રસ્તા અને સ્ટ્રીટ લાઈટની સમસ્યા ભોગવી રહ્યા છે. હિન્દૂ-મુસ્લિમને મુદ્દો બનાવી રહ્યા છે, પરંતુ અમે સબકા સાથ સબ કા વિશ્વાસમાં માનીએ છીએ અને આ મુદ્દા સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છીએ.
વોર્ડ નંબર 6માં 8281 મતદારો છે
વોર્ડ નંબર 6માં આવતા મુખ્ય વિસ્તારની અને મતદારોની વાત કરીએ તો, વોર્ડ નંબર 6માં કુલ 8281 મતદારો છે. 2016ની ચૂંટણી વખતે 6765 મતદારો હતાં. આ વખતે 1516 મતદારોનો વધારો થયો છે. કોળીવાડ, બોરડી ફળિયા, ભગત ફળિયા, વાસણ ફળિયા, મોર્ડન સ્કૂલ, ઇમરાન નગર, કંચન નગર, સરવૈયા નગર, ગીતા નગર, હરિ કૃપા નગર, ભુલાભાઈ વાડી, જલારામ કોમ્પલેક્ષ, ચંદન પુષ્પ હોલ વિસ્તારનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 6માં સ્થાનિક કોળી પટેલ સહિત અન્ય સમાજના લોકો ઉપરાંત પરપ્રાંતીય મુસ્લિમ સમાજ અને ઉત્તરભારતીય સમાજના મતદારો છે. ઉલ્લેખનીય છે કે આ વોર્ડમાં જ ગીતા નગર જેવો સ્લમ એરિયા છે, જે મારામારી-લુખ્ખાઓની દાદાગીરી માટે તેમજ જુગાર, ગાંજો, દારૂના દુષણ માટે સમગ્ર વાપીમાં જાણીતો છે.