ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં પોલીસે 5.91 લાખના કેમિકલના ડ્રમ સાથે ટેમ્પા ચાલકની કરી અટકાયત - meroo gadhvi

વાપી: વૈશાલી ચોકડી પાસે વાપી ઉદ્યોગનગર પોલીસ ટીમ પેટ્રોલીંગ દરમિયાન ટેમ્પામાંથી પાંચ કેમિકલના ડ્રમ ભરેલા હતા. જે બાબતે કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે 5,91,142ની કિંમતના કેમિકલ ભરેલા ડ્રમ સાથે ટેમ્પા ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 11, 2019, 7:52 PM IST

મળતી વિગત પ્રમાણે વાપી ઉદ્યોગનગર PIના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. જે દરમિયાન વાપી GIDCના વૈશાલી ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા ટેમ્પોની અટકાયત તપાસ હાથ ધરી હતી. જેમાં પાંચ જેટલા ઑઈલ કેમિકલના ડ્રમ નજરે પડયા હતાં. આ ટેમ્પા ચાલક પાસે જરૂરી આધાર પૂરાવા માંગ્યા હતા.

વાપીમાં પોલીસે 5.91 લાખના કેમિકલના ડ્રમ સાથે ટેમ્પા ચાલકની અટકાયત કરી

જે અંગે ટેમ્પા ચાલકે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે ટેમ્પા ચાલક અબ્દુલા મેહબૂબ હશન ખાનની અટકાયત કરી હતી. ટેમ્પાની કિંમત 2 લાખ તથા ઈલ કેમિકલના પાંચ ડ્રમની કિંમત 5,91,142 રૂપિયા મળી કુલ રૂપિયા 7,91,142 નો મુદ્દામાલ CRPC કલમ મુજબ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ તપાસ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details