ગુજરાત

gujarat

ETV Bharat / state

Vapi Municipality Election 2021: કુલ 172 ફોર્મમાંથી 56 નામંજૂર, 116 માન્ય ઉમેદવાર - વાપી નગરપાલિકા ચૂંટણી 2021

વાપી નગરપાલિકામાં આગામી 28મી નવેમ્બરે ચૂંટણી ( Vapi Municipality Election 2021 ) યોજાવાની છે. આ ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ-આપ (BJP Congress AAP) અને અપક્ષ ઉમેદવારોએ મળી કુલ 172 ઉમેદવારોએ ફોર્મ ( Candidate Form ) ભર્યા હતાં. જેમાંથી ફોર્મ ચકાસણી બાદ 116 ફોર્મ માન્ય ઠર્યા છે. જ્યારે 56 ફોર્મ રિજેક્ટ થયાં છે. 16મી નવેમ્બરે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ છે. જે બાદ કયા પક્ષના કેટલા ઉમેદવાર વચ્ચે આ ચૂંટણી જંગ જામશે તે સ્પષ્ટ થશે.

Vapi Municipality Election 2021: કુલ 172 ફોર્મમાંથી 56 નામંજૂર, 116 માન્ય ઉમેદવાર
Vapi Municipality Election 2021: કુલ 172 ફોર્મમાંથી 56 નામંજૂર, 116 માન્ય ઉમેદવાર

By

Published : Nov 15, 2021, 9:06 PM IST

  • વાપી નગરપાલિકાની ચૂંટણીમાં 116 માન્ય ફોર્મ
  • ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે ચૂંટણી જંગ
  • 28મી નવેમ્બરે યોજાશે મતદાન

વાપી :- વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકામાં આગામી 28મી નવેમ્બરે પાલિકાની ચૂંટણીનું ( Vapi Municipality Election 2021 ) મતદાન થવાનું છે. જે માટે 13મી નવેમ્બર ઉમેદવારી ફોર્મ ( Candidate Form ) ભરવાની અને 15મી નવેમ્બર ફોર્મ ચકાસણી કરવાની અંતિમ તારીખ હતી. જેમાં કુલ 172 ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં અને ચકાસણી દરમ્યાન 116 ફોર્મ માન્ય ઠર્યા હતાં. જ્યારે 56 ફોર્મ નામંજૂર થયા હતાં. જો કે આ ચૂંટણી જંગમાં કુલ 11 વોર્ડ પૈકી 8 વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ-આપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવાનો છે.

વાપી નગરપાલિકામાં યોજાનાર ચૂંટણી પ્રક્રિયા ( Vapi Municipality Election 2021 ) અંગે વાપી મામલતદાર ધર્મેશ મહાકાલ દ્વારા વિગતો આપવામાં આવી હતી કે આ પાલિકાની આ સામાન્ય ચૂંટણીમાં કુલ 172 ફોર્મ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. જેમાંથી ચકાસણી બાદ 56 ફોર્મ નામંજૂર થયા છે. જ્યારે 112 ફોર્મ મંજુર ( Candidate Form ) થયા છે.

16મી નવેમ્બર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ

Vapi Municipality Election 2021 ચૂંટણી પ્રક્રિયાને લઈને હાલ ચૂંટણી પંચ અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવાઈ છે. પોલિંગ સ્ટાફને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. ઝોનલ ઓફિસરની નિમણૂક કરી દેવામાં આવી છે. 16મી નવેમ્બરે ફોર્મ ( Candidate Form ) પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. જે બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે અને તે બાદ માન્ય તમામ ઉમેદવારો અને પક્ષના મોવડીઓ સાથે એક બેઠકનું આયોજન કરી આ પાલિકાની સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આચારસંહિતા અંગે જરૂરી માર્ગદર્શન આપી કોઈ વિઘ્ન ના આવે તે માટે સહકારની અપેક્ષા રાખવામાં આવશે.

16મી નવેમ્બરે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ તે બાદ ચિત્ર સ્પષ્ટ થશે

ભાજપના 44 સામે કોંગ્રેસના 43 અને આપના 25 ઉમેદવારો મેદાનમાં

વાપી નગરપાલિકામાં ચૂંટણીને ( Vapi Municipality Election 2021 ) લઈને ઉમેદવારોના ફોર્મ ( Candidate Form ) અંગે મળતી વિગતો મુજબ વાપી નગરપાલિકામાં કુલ 11 વોર્ડ અને 44 બેઠક છે. જેમાં ભાજપ ( BJP ) તરફથી તમામ વોર્ડના મળી કુલ 44 ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ( Congress ) 43 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. વોર્ડ નંબર 10માં કોંગ્રેસના માત્ર 3 ઉમેદવારો જ ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટી ( AAP ) દ્વારા 25 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. એ ઉપરાંત 4 અપક્ષ ઉમેદવારોએ પણ આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.

11 પૈકી 8 વોર્ડમાં ત્રિપાંખીઓ જંગ

ભાજપના ( BJP ) 44 ઉમેદવારો સામે કોંગ્રેસના ( Congress ) 43 ઉમેદવારો છે. જ્યારે વોર્ડ મુજબ આમ આદમી પાર્ટીના ( AAP ) 25 અને અપક્ષ 4 છે. ઉમેદવારોની વાત કરીએ તો વોર્ડ નંબર 1, 2, 3,6,7,8,9 અને 11 નંબરના વોર્ડમાં ત્રિપાંખીયો જંગ જામવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. જે 16મી નવેમ્બરે કેટલા ઉમેદવારી ફોર્મ ( Candidate Form ) પરત ખેંચાયા તે બાદ સાચું ચિત્ર સ્પષ્ટ થશે.

આ પણ વાંચોઃ વાપી નગરપાલિકાની ચૂંટણીમાં તમામ 44 બેઠક પર જીતવાનો ભાજપનો સંકલ્પ, કોંગ્રેસ અને AAP પણ મેદાનમાં

આ પણ વાંચોઃ વાપી નગરપાલિકામાં આ વખતે ભાજપ-કોંગ્રેસ સાથે આપ પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં

ABOUT THE AUTHOR

...view details