વાપીઃ કોરોના મહામારીના રામબાણ ઈલાજ તરીકે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. આ લોકડાઉનના દિવસોમાં લાખો શ્રમજીવી પરિવારો, રીક્ષા ચાલકો અત્યારે રોજગારી વિના પોતાના ઘરે દિવસો પસાર કરી રહયા છે. જેઓને માટે સરકાર અને અનેક સેવાભાવી સંસ્થાઓ સેવાની સરવાણી વહાવી રહી છે.
રીક્ષા ચાલકો રોજનું કમાઈ રોજના ખાનારા છે. પરંતુ, લોકડાઉન રાષ્ટ્રના હિતમાં છે એટલે તેને સમર્થન આપવા ઘરે બેઠા છીએ વાપીની વાત કરીએ તો વાપીમાં અંદાજિત 6 હજાર જેટલા રીક્ષા ચાલકો છે. આ રીક્ષા ચાલકોની પરિસ્થતી અંગે વાપી ઓટોરિક્ષા એસોસિએશનના પ્રમુખ હરીશ નાયકા સાથે ETV ભારતે વાત કરી ત્યારે, હરીશભાઈએ જણાવ્યું હતું કે આ લોકડાઉન રાષ્ટ્રના હિતમાં છે અને રિક્ષાચાલકોએ તેને સંપૂર્ણ સમર્થન આપી પોતપોતાના ઘરે લોકડાઉનના દિવસો પસાર કરી રહ્યા છે.
રીક્ષા ચાલકો રોજનું કમાઈ રોજના ખાનારા છે. પરંતુ, લોકડાઉન રાષ્ટ્રના હિતમાં છે એટલે તેને સમર્થન આપવા ઘરે બેઠા છીએ ઓટોરિક્ષા પ્રમુખે વધુમાં જણાવ્યું કે, વાપીના 12થી 16 કિલોમીટરના વિસ્તારમાં વાપી શહેર, GIDC, ભિલાડ, ઉદવાડા અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ આવી જાય છે. આ વિસ્તારના પ્રવાસીઓ માટે વાપીમાં 6 હજાર જેટલા રીક્ષા ચાલકો રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને રોજગારી મેળવે છે.
રીક્ષા ચાલકો રોજનું કમાઈ રોજના ખાનારા છે. પરંતુ, લોકડાઉન રાષ્ટ્રના હિતમાં છે એટલે તેને સમર્થન આપવા ઘરે બેઠા છીએ રિક્ષાનો વ્યવસાય મુખ્યત્વે દૈનિક રોજગારી ચાલતો વ્યવસાય છે. હજારો પરિવારો રીક્ષા ચલાવી રોજનું કમાઈને રોજ ખાનારો વર્ગ છે. હાલમાં 21 દિવસના લોકડાઉનને કારણે આ વ્યવસાય ઠપ્પ થયો છે. રિક્ષાચાલકોના પરિવારોને જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે વાપી રીક્ષા એસોસિએશન દ્વારા વાપીમાં સૌથી પહેલા સામાજિક સંસ્થાઓ સાથે મળી રાહતકિટ આપવાનું શરૂ કર્યું હતું. હાલમાં અન્ય ઘણી સામાજિક સંસ્થાઓ આવા પરિવારોને મદદરૂપ થઇ રહી છે.
લોકડાઉન રાષ્ટ્રના હિતમાં છે એટલે તેને સમર્થન આપવા ઘરે બેઠા છીએ જ્યારે કેટલાક રિક્ષાચાલકો એવા પણ છે કે, જે આ કપરી પરિસ્થિતિમાં બીમાર કે લાચાર લોકોને મદદરૂપ થવા પોતાની રિક્ષામાં તેમને નિયત સ્થળે પહોંચાડે છે. આ માટે તેઓ પોલીસ સાથે સંકલન કરી આ સેવાની કામગીરી પણ બજાવી રહ્યાં છે. ટૂંકમાં કહી શકાય કે લોકડાઉન દરમ્યાન રાષ્ટ્ર હિત સાથે સેવાની હૂંફ પણ રિક્ષાચાલકો હજારો દેશવાસીઓને આપી માનવતાની અનોખી મિશાલ પુરી પાડી રહ્યાં છે.