સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા દેશના 100થી વધુ શહેરોમાં હવા-પાણીની ગુણવત્તા ચકાસવા ખાસ મોનીટરીંગ સિસ્ટમ ડેવલપ કરી છે. જેમાં હવાનું પ્રદુષણ માપવા ખાસ ઓટોમેટિક મશીન લગાડવામાં આવ્યા છે. જેમાં AQIને PP (પ્રોમિનન્ટ પોલ્યુટન્ટ) pm2.5,ને ખરાબથી અતિ ખરાબ ગણવામાં આવે છે. જ્યારે PP pm10ને આદર્શ માનવામાં આવે છે.
જે મુજબ વાપીમાં નવેમ્બર 20ના pm2.5 200ug/m3 અને pm10 300 ug/m3ને પાર કરી ગયું હતું. એવી જ રીતે 21મી નવેમ્બરે AQI 282 પર પહોંચતા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને VIA (વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન) કુંભકર્ણની નિંદ્રામાં હોવાનું ફલિત થયું હતું. જે બાદ હજુ પણ વાપીમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે. તંત્ર દ્વારા આ બાબતે કોઈ સક્રીયતા નહીં જણાતા લોકોએ આવા બેખબર તંત્રનો અને એસોસિએશન પર કેટલો ભરોસો કરવો જોઈએ તેવા સવાલો ઉઠ્યા હતા.
વાપીમાં ફરી હવા પ્રદુષણ નિયંત્રણ બહાર છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો 30મી નવેમ્બરે AQI 299 અને 1લી ડિસેમ્બરે AQI 300 પર પહોંચ્યો હતો. 3જી ડિસેમ્બરે AQI 182 પર તો, 6ઠ્ઠી ડિસેમ્બરે 255 પર પહોંચ્યા બાદ ફરી 7મી ડિસેમ્બરે ઘટીને 167 પર અટકી ફરી 8મી ડિસેમ્બરે 255 પર પહોંચી ગયો હતો. વાપી GIDC સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે ગોઠવવામાં આવેલા એર ક્વોલીટી ઓન લાઈન રીડીંગ મશીનમાં છેલ્લા કેટલાક દિવસથી PM2.5 200ug/m3ના અને pm 10 300ug/m3ના આંકને અનેકોવાર વટાવતા દેખાઈ રહ્યાં છે. જયારે SO2 નું રીડીંગ પણ 125 ug/m3ને પાર કરી રહ્યું છે.
વાપીનો AQI ઓનલાઇન ઉપલબ્ધ હોવાથી ઘણા લોકો તેની નોંધ લેતા હોય છે. એર પોલ્યુશન રીડીંગ મશીન દ્વારા દર્શાવતા ખતરનાક પ્રદૂષણના પ્રમાણથી લોકોમાં દહેશતનું વાતાવરણ સર્જાતું હોય છે. હાલમાં વધઘટ થતા એર પોલ્યુશન અંગે વહેલી સવારમાં શરીરને ચુસ્ત રાખવા બાગ બગીચામાં આવતા શહેરીજનોએ જણાવ્યું હતું કે, ક્યારેક ક્યારેક તો ગાઢ ધૂમ્મસ જેવું વાતાવરણ સર્જાય છે. અને આંખમાં બળતરા થાય છે.
વાપીમાં ફરી હવા પ્રદુષણ નિયંત્રણ બહાર ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. ત્યારે, વાપીમાં સ્વચ્છતા જ નહીં જીવાદોરી સમાન પ્રાણવાયુ પણ સ્વચ્છ નથી. સ્વચ્છ હવા લોકોનો અધિકાર હોવાનું સ્વીકારી વડાપ્રધાને એર ક્વોલીટી ઈન્ડેક્ષ જાહેર કર્યો હતો. જેમાં પીએમ 2.5 30ug/m3 આદર્શ 30ug/m3 થી 60 ug/m3સંતોષકારક ,61ug/m3 થી 90ug/m3 સારી ,91ug/m3 થી 120 ug/m3ખરાબ અને 121ug/m3 થી 250ug/m3 ને અતિ ખરાબ, જયારે પીએમ 10માં 50ug/m3 ને આદર્શ,51ug/m3 થી 100ug/m3 સંતોષકારક ,101ug/m3 થી 200ug/m3 મધ્યમ 201ug/m3 થી 300 ug/m3 ખરાબ, જયારે 301 ug/m3થી 400ug/m3 ને અતિ ખરાબ બતાવ્યો હતો.