વલસાડ શહેરમાં ચાલતી APMC માર્કેટને હાઇવે ઉપર ખસેડવાની હિલચાલ સામે વેપારીઓનો વિરોધ વલસાડ:વલસાડ શહેરના બેચર રોડ પર વર્ષો પહેલા બનાવવામાં આવેલી કેરી માર્કેટ એટલે કે એપીએમસી માર્કેટને બેચર રોડથી ખસેડીને હાઇવે ઉપર મોકલવાની તજવીજ ચાલી રહી છે. જોકે આ વર્ષે પણ અધિકૃત અધિકારીઓ દ્વારા વેપારીઓને નોટિસ આપી ધમડાચી હાઇવે પર જવા માટે જણાવવામાં આવતા વેપારીઓએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો છે. આ બાબતે સમગ્ર એપીએમસી માર્કેટના વેપારીઓ એકત્ર થઈ અને એક જૂથ થયા છે અને વિરોધ નોંધાવ્યો છે.
આ પણ વાંચો Valsad News : દરિયા કાંઠેથી લાકડું મળ્યું! લાકડામાંથી આબેહૂબ બ્લેક પર્લ જહાજ કંડારતા મિત્રોએ પ્રચાર કરતા થ્યો પગભર
માર્કેટમાં સુવિધાઓનો અભાવ:ધમડાચી હાઇવે પર બનેલી બેચર રોડ પર આવેલી એપીએમસી માર્કેટમાં 100 થી વધુ વેપારીઓ આજે એકત્ર થયા હતા. હાઇવે ઉપર એપીએમસી માર્કેટ ખસેડવાની તજવીજને લઈને તેમણે પ્રચંડ વિરોધ નોંધાયો હતો. વેપારીઓએ જણાવ્યું કે નવી બનાવવામાં આવેલી માર્કેટમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. જેમકે જાહેર મુતરડી, પીવાના પાણીની સમસ્યા તેમ જ હાઇવે ઉપર અકસ્માત થવાની ઘટનાઓ પણ બને છે. એપીએમસી માર્કેટમાં કેરી લઈને આવતા ખેડૂતોને હાઇવેથી જતા વાહનો સાથે ટક્કર થવાની ઘટનાઓ બની ચુકી છે જેને લઈને વેપારીઓનો પણ વિરોધ છે.
સાત લોકોની કમિટી: વલસાડ એપીએમસી માર્કેટના ઉપપ્રમુખ રુદ્રનાથ મિશ્રા પ્રધાન નરેશ બલસારા અનિલ ત્રિપાઠી સહિત અનેક વેપારીઓ સાથેની આજે એક વિશેષ બેઠક વેપારીઓએ એકઠા થઈ કરી હતી. તેમજ ધમડાચી ખાતે બનેલી નવી માર્કેટમાં ખસેડવાની હિલચાલ સામે તમામ વેપારીઓએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો છે. ધમડાચી હાઇવે પર ન જવા માટેનો પણ ઠરાવ કર્યો છે. સાથે જ સરકારની આ નીતિ સામે લડત ચલાવવા માટે સાત લોકોની કમિટી બનાવવામાં આવી છે. તેમના દ્વારા આ સમગ્ર બાબતે આગામી દિવસમાં નવી રણનીતિ તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો Valsad News: ધરમપુરમાં 8 કરોડના ખર્ચે બનેલ બ્રિજનું નાણાપ્રધાને કર્યું લોકાર્પણ, 9 ગામોને થશે ફાયદો
વેપારીઓને કાચા સ્ટોલ:એપીએમસી માર્કેટમાં વેપારીઓને કાચા સ્ટોલ આપવામાં આવી રહ્યા છે. જો વેપારીઓ ત્યાં પોતાનો વ્યવસાય અર્થે જાય તો ઉપરથી હવામાન વિભાગની પણ કમૌસમના વરસાદની આગાહી છે. જેને પગલે જો વરસાદ આવે તો વેપારીઓને લીધેલા પાકને ઢાંકવા કે તેને સાચવવા માટે પણ મુશ્કેલી ઊભી થાય અને સૌથી વધુ નુકસાન ખેડૂતો કરતાં વેપારીઓને પણ જાય એવી દહેશત છે. જેને પગલે પણ વેપારીઓ નવી માર્કેટમાં જવાનો વિરોધ કરી રહ્યા છે.