વલસાડઃ રાજ્યમાં માર્ચ 2020માં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આજે ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ જિલ્લાનું પરિણામ 58.52 ટકા રહ્યું છે. વલસાડ જિલ્લામાં કુલ 21,685 વિધાર્થીઓ નોંધાયા હતા. જેમાં 38135 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં પરિણામ અનુસાર એ વન ગ્રેડમાં 9, એ ટુ ગ્રેડમાં 352, બી વન ગ્રેડમાં 1256, બી ટુ ગ્રેડમાં 2590, સી વન ગ્રેડમાં 4147, સી ટુ 3555, ડી ગ્રેડમાં 540,ઇ વન ગ્રેડમાં 4698,ઇ ટુ 4127, ઇ કયું સીમાં 12,499 આવ્યા છે.
આ વલસાડ જિલ્લાનું પરિણામ 58.52 આવ્યું છે, વલસાડ શહેરમાં આવેલી શાળાઓની વાત કરીએ તો સેન્ટ જોસેફ સ્કૂલનું પરિણામ 98.82 ટકા રહ્યું હતું. સ્કૂલમાં પ્રથમ ઠક્કર યશ ગીરીશભાઈ 89.50 ટકા, મહેતા યેશા હિરેન કુમાર 89.17 ટકા દ્વિતીય ક્રમે, શાહ કૃતિ અમિતકુમાર 88.83 ટકા તૃતીય ક્રમે રહી, જ્યારે શેઠ આર જે.જે હાઈસ્કૂલ અંગ્રેજી માધ્યમનું 100 ટકા પરિણામ રહ્યું, જેમાં પ્રથમ ક્રમે સ્કૂલમાં ટંડેલ અંકિત સુરેશભાઈ 90 ટકા, ભાનુશાલી ઉર્વી વિનોદભાઈ 88.3 ટકા, તૃતીય ક્રમે તિવારી યશ યોગેશ 87 ટકા મેળવ્યા છે.