વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, પારડી, ઉંમરગામ અને વલસાડ જેવા તાલુકાઓના આવેલા વિવિધ ગામોમાં મોટાભાગના ખેડૂતો ડાંગરના પાક ઉપર જ નભતા હોય છે.
સમગ્ર વર્ષ દરમિયાન તેઓ પોતાના ખેતરમાં ડાંગરની ખેતી કરે છે અને તે જ ડાંગરનો ઉપયોગ તેઓ પોતાના જીવનનિર્વાહ માટે પણ કરતા હોય છે. પરંતુ, આ વર્ષે વરસી રહેલા વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા ડાંગરના પાકને ભયંકર નુકસાન થયું છે અને આ નુકશાનનો ભોગ ખેડૂતો બન્યા છે.