ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લા SOGએ તાડપત્રી ગેંગના 2 આરોપીઓને 22,58,992ના મુદ્દામાલ સાથે દબોચ્યા

વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી સમગ્ર રાજ્યમાં કુખ્યાત તાડપત્રી ગેંગના 2 આરોપીઓને રૂપિયા 22,58,992ના મુદ્દામાલ સાથે વલસાડ જિલ્લા SOGએ દબોચી લીધા છે. ઝડપાયેલા બન્ને આરોપીઓ ગોધરાના છે અને તે માલસામાન ભરેલી ટ્રકની ચોરી કરી માલ સગેવગે કરી નાખતા હતા.

By

Published : Sep 14, 2020, 10:50 PM IST

વલસાડ જિલ્લા SOGએ તાડપત્રી ગેંગના બે આરોપીઓને 22,58,992ના મુદ્દામાલ સાથે દબોચ્યા
વલસાડ જિલ્લા SOGએ તાડપત્રી ગેંગના બે આરોપીઓને 22,58,992ના મુદ્દામાલ સાથે દબોચ્યા

વલસાડઃ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન આધારે ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ તથા SOG સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ત્રણ દિવસ અગાઉ વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગ્રીસ અને ઓઈલ ચોરી સંબંધેની આધારભૂત માહિતી મળી હતી.

વલસાડ જિલ્લા SOGએ તાડપત્રી ગેંગના બે આરોપીઓને 22,58,992ના મુદ્દામાલ સાથે દબોચ્યા

માહિતી આધારે મોરાઇ ત્રણ રસ્તા પાસે ચોરીના મુદ્દામાલ ભરેલી ટ્રકની વોચમાં હતા. આ દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા 2 ઈસમો તેમાં બેસેલા હતા. જેમની અટકાયત કરી ટ્રકમાં રહેલું ઓઇલ તથા ગ્રીસના પાર્સલ તથા ડ્રમ ભરેલ હતા. જે મુદ્દામાલના બિલ તથા ટ્રકના કાગળો માંગતા તેમણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. જેથી SOGએ ટ્રકમાં ભરેલો મુદ્દામાલ તથા મોબાઇલ ફોન અમે રોકડા રૂપિયા મળી કુલ 22,58,992નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વલસાડ જિલ્લા SOGએ તાડપત્રી ગેંગના બે આરોપીઓને 22,58,992ના મુદ્દામાલ સાથે દબોચ્યા

આરોપીઓની સઘન પૂછપરછ કરતા આરોપીઓએ ત્રણેક દિવસ અગાઉ વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મુદ્દામાલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તાડપત્રી ગેંગના કુખ્યાત આરોપીઓને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ આરોપી વિરુદ્ધ CRPC 41 (1)ડી મુજબ કાર્યવાહી કરી વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં સુપ્રત કર્યા છે.

વલસાડ જિલ્લા SOGએ તાડપત્રી ગેંગના બે આરોપીઓને 22,58,992ના મુદ્દામાલ સાથે દબોચ્યા

આ અંગે વલસાડ હેડ કવાટર્સના DySp મનોજ શર્માએ જણાવ્યું કે, આ કુખ્યાત આરોપીઓ પાસેથી વિવિધ કંપનીના ઓઇલ તથા ગ્રીસના બોક્સ તથા બેરલ મળી કુલ 7,57,662 રૂપિયાનો મુદ્દામાલ તેમજ 15 લાખની ટ્રંક પણ કબ્જે કરી છે. પકડાયેલા આરોપીઓમાં મહેબુબ ઉર્ફે કાળા સિદ્દીક ચાંદલીયા મૂળ ગોધરાનો રહેવાસી છે. બીજો આરોપી ઉમર ફારૂક મુસા ચરખા પણ ગોધરાનો રહેવાસી છે. જેમની વિરુદ્ધ ગોધરામાં, સાગબારા, મોડાસા, કરજણ, કઠલાલ, અસલાલી, માતર, પ્રાંતિજ, વટવા સહિતના પોલીસ મથકોમાં ટ્રકોની ચોરી કરવાના ગુના નોંધાયા છે.

વલસાડ જિલ્લા SOGએ તાડપત્રી ગેંગના બે આરોપીઓને 22,58,992ના મુદ્દામાલ સાથે દબોચ્યા

આ બન્ને ઈસમો ડ્રાઇવર કે ક્લીનર વગરની રોડ ઉપર પડેલી ટ્રક જોઈ ટ્રક ચોરી કરી અને આ ટ્રકની તાડપત્રી તથા દોરડા તોડી ચોરાયેલી ટ્રકની અંદર રહેલો માલ બીજી જગ્યાએ લઈ જઈ ત્યાં લાવેલ અન્ય ટ્રકમાં હેરફેર કરી ચોરી કરતા હતા.

વલસાડ જિલ્લા SOGએ તાડપત્રી ગેંગના બે આરોપીઓને 22,58,992ના મુદ્દામાલ સાથે દબોચ્યા

ABOUT THE AUTHOR

...view details