ગુજરાત

gujarat

By

Published : Feb 1, 2021, 7:37 PM IST

ETV Bharat / state

વલસાડ રૂરલ પોલીસે હુક્કા અને બીયર સાથે ચાર મુંબઈના નબીરાઓની કરી ધરપકડ

વલસાડ રૂરલ પોલીસ દ્વારા મુકુંદ બ્રિજ પાસે પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. જે દરમિયાન ઈનોવા કારમાં મુંબઈ તરફથી આવી રહેલી કારની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી, જેમાં પાંચ જેટલા ઈસમો સવાર હતા. તેમની કાર અટકાવી તપાસ કરતા તેમની પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લિશ બીયરના રૂપિયા 9400ની કિંમત તેમજ બે હુક્કા મળી આવ્યા હતા. જે બાદ પોલીસે આ ઇસમો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

police catch hookah and beer
હુકા અને બીયયર ઝડપાયો

  • વલસાડ રૂરલ પોલીસ દ્વારા હુક્કા અને બીયરના ટીન સાથે ચાર મુંબઈના નબીરાઓની ધરપકડ
  • રૂરલ પોલીસ વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 9400 બીયરનો જથ્થો ઝડપ્યો
  • બે હુક્કા મળી આવતા ચાર ઈસમો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી

વલસાડ રૂરલ પોલીસ દ્વારા મુકુંદ બ્રિજ પાસે પેટ્રોલીંગ વાહન ચેકિંગ કરવામાં આવી હતી, જે દરમિયાન મુંબઇ તરફથી આવી રહેલી એક ઈનોવા કાર ઉપર પોલીસને શંકા જતા કારની તપાસ કરવામાં આવી હતી.કારમાં બેસેલા મુંબઈના ચાર ઈસમો પાસેથી ભારતીય બનાવટની ઇંગલિશ બીયરની 21 નંગ રૂપિયા 9400 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે તપાસ દરમિયાન પોલીસને ઈનોવા કારમાંથી બે હુક્કા પણ મળી આવ્યા હતા.

ઝડપાયેલા ચાર યુવાનો મુંબઈના નબીરાઓ હોવાનું સામે આવ્યું

મુકુંદ બ્રિજ પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે પકડેલી ઈનોવા કારમાં સવાર ચાર યુવાનો ઝડપાયા હતા જેઓ મુંબઇના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આ લોકો પાસેથી પોલીસે બે નંગ હુક્કા પણ મળી આવ્યા હતા. જોકે હાલ તો તેમની પાસેથી આ તમામ મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આ ચાર યુવાનો સામે કાર્યવાહી હાથ ધરી છે.

કુલ 2,82,400 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો

મુંબઈના રહેવાસી આ ચાર નબીરાઓ પાસેથી પોલીસે 5 મોબાઇલ કિંમત રૂ. 23 હજાર સાથે બિયરની 21 નંગ ટીન કિંમત 9400 રૂપિયા તેમજ ઈનોવા કાર મળી કુલ રૂ. 2,82,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details