વલસાડઃ પોલીસે કાંજણ હરિ ગામમાં મોડી રાત્રે દારૂની મહેફિલ પર (Valsad police raids in Kanjan Hari village) દરોડા પાડ્યા હતા. દારૂની મહેફિલ માણતા ભાજપના જ સરપંચ વિનોદ પટેલ (Valsad Sarpanch Vinod Patel Arrested ) ખૂદ પકડાયા હતા. આ સાથે જ વલસાડ તાલુકા સરપંચ મંડળના પ્રમુખ સહિત 41 લોકોની ધરપકડ કરવામાં (Valsad sarpanch Arrested) આવી હતી. આ સાથે જ પોલીસે 45,000 રૂપિયાનો દારૂ પણ ઝડપી પાડ્યો હતો. જોકે, ભાજપના જ સરપંચ મહેફિલમાં ઝડપાયા બાદ ચકચાર મચી હતી. સાાથે જ અનેક રાજકીય અગ્રણીઓ સરપંચ મંડળના પ્રમુખને છોડાવવા માટે એડી ચોટીનું જોર લગાવતા જોવા મળ્યા હતા.
એક ઘરની પાછળ ચાલતી હતી મહેફિલ -વલસાડ પોલીસને મળેલી (Valsad police raids in Kanjan Hari village) બાતમી મુજબ, LCBએ મોડી રાત્રે બાતમીવાળી જગ્યા ઉપર દરોડા પાડ્યા હતા. તે દરમિયાન કાંજણ હરિ ગામમાં એક ઘરની પાછળના ભાગે ખૂલ્લી જગ્યામાં અનેક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. એ જ સમયે પોલીસે દરોડા પાડ્યાને વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ સહિત ગ્રામ પંચાયતના સભ્યોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે સમગ્ર વર્ષની સૌથી મોટી રેડ ગણાવી -LCBએ અત્યાર સુધીમાં અનેક જગ્યા ઉપર દરોડા (Valsad police raids in Kanjan Hari village) પાડ્યા હતા, પરંતુ ગઈકાલે (રવિવારે) રાત્રે કરેલા દરોડા અત્યાર સુધીના સૌથી મોટા દરોડા હોવાનું જણાઈ આવ્યું છે. પોલીસે 41 આરોપી તેમ જ 45,000 રૂપિયાનો દારૂ તેમ જ મોંઘી દાટ કાર અને બાઈક સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
આ પણ વાંચો-Alcohol seized in Ahmedabad: નકલી વિદેશી દારૂના ગૃહ ઉધોગ બાદ દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું