વલસાડ: પારનેરા નજીક બિલ્ડિંગના એક ફ્લેટમાં 10 જેટલા યુવકો સાતમ આઠમના જુગારની મોજ માણી રહ્યા હતા. ત્યારે પોલીસે પહોંચી તેમના રંગમાં ભંગ પડ્યો હતો. પકડાયેલા 10 યુવકો પાસેથી 8 મોબાઇલ ફોન અને બે મોટરસાયકલ મળી 3 લાખ 97 હજાર 685 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
પારનેરા ગામે રામેશ્વર પાર્ક ફ્લેટ નંબર B-203 અતુલ ખાતે નિકુંજ બિપીનચંદ્ર કંસારાના ફ્લેટ પર યુવકો સાતમ આઠમનો જુગાર રમતા હોવાની બાતમી વલસાડ રૂરલ પોલીસને મળી હતી. પોલીસે સ્થળ પર રેડ કરતા સ્થળ ઉપરથી 10 જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી છે