- બે વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર હતો આરોપી
- વલસાડ સેસન્સ કોર્ટના લોકઅપમાંથી ભાગી છુટેલો આરોપી વડોદરાથી ઝડપાયો
- ટ્રિપલ મર્ડરનો આરોપી બે વર્ષ થી પેરોલ જમ્પ કરી ફરાર હતો
વલસાડ : સિટી પોલીસ મથકમાં વર્ષ 2010માં ત્રિપલ મર્ડરના ગુનામાં નામદાર વલસાડ સેશન્સ કોર્ટ દ્વારા ગત 30 જાન્યુઆરી 2018 ના રોજ આરોપી મિલિન્દ રમણીકલાલને જીવનના અંતિમ શ્વાસ સુધી તથા રૂપિયા 1 લાખના દંડની સજા કરવામાં આવી હતી. જે સજા અન્વયે આરોપી મિલિન્દ રમણીકલાલ સુરતના લાજપોર મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી નંબર 1534 તરીકે સજા ભોગવી રહ્યો હતો. જે બાદ આરોપીને તારીખ 24 ઓક્ટોબર 2019 થી 14 દિવસની પેરોલ ફર્લો રજા મળી હતી.જોકે આરોપીને તારીખ 8 નવેમ્બર 2019 ના રોજ લાજપોર મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે જેલમાં પરત હાજર થયો ન હતો અને પેરોલ જમ્પ કરી છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો.
વલસાડ SOGએ વડોદરાથી ઝડપી પાડ્યો
પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયેલા ટ્રિપલ મર્ડરનો આરોપી મિલિન્દ વિરુદ્ધ વલસાડ સિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ પોલીસને આરોપી વડોદરા રૂરલ વિસ્તારમાં હોવાની બાતમી મળી હત. જે બાદ પોલીસે તે જગ્યા પર પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરાઇ હતી.