વલસાડ : રાત્રી દરમ્યાન જોવા મળતું દુર્લભ પક્ષી ઘુવડના વેચાણ માટે પારડી બજારમાં આવેલ એક મહિલા સહિત 3 ઈસમોને બરાબર વેચાણ અંગેની વાતચીત ચાલતી હતી ત્યારે જ વનકર્મીઓએ રેડ કરી ઝડપી લીધા હતા. તેમની પાસેથી એક નર ઘુવડ કબ્જે લેવાયું છે. ગ્રામીણ કક્ષાએ અંધશ્રદ્ધામાં માનનારા વર્ગમાં ઘુવડની માંગ હોવાથી ગેરકાયદે વેચાણ ઊંચી કિમતે થતું હોય છે.
તાંત્રિક વિધિમાં વપરાશ : આજે પણ ગ્રામીણ કક્ષાએ એક એવો વર્ગ છે જે અંધશ્રધ્ધામાં રાંચે છે એવા લોકો માટે ઘુવડના નખ, ઘુવડની આંખ સહિત મૃત ઘુવડના અંગો કેટલીક તાંત્રિક વિધિમાં ઉપયોગમાં લેવામાં આવતા હોવાનું કહેવાય છે તો કેટલાક તાંત્રિકો ઘુવડના નખનો ઉપયોગ પૈસાનો વરસાદ કરાવવા માટે વિધિમાં ઉપયોગ લેતા હોવાની ચર્ચાઓ સાંભળવા મળે છે ત્યારે ખૂબ ઊંચી કિંમતે ઘુવડ વેચાય છે પરંતુ તેને વેચવું ગેરકાયદે છે.
આ પણ વાંચો વન્યજીવ શેરાને તાંત્રિક વિધિ માટે વેચનારા 6 શખ્સની ધરપકડ
બજારમાં વાંસની ટોકરીમાં ભરી વેચવા આવ્યાં : પારડી ચાર રસ્તા પાસે વન્યજીવ ધુવડ નર (બાર્ન આઉલ શિડ્યુઅલ-૪) ને વેપાર કરવા માટે પ્રવીણ નગીનભાઈ નાયકા રહે. વાપી, વિરલ ધર્મેશભાઈ પટેલ રહે. અંબાચ પારડી, રેખાબેન જીતેશભાઈ પટેલ રહે-અંભેટી તા.કપરાડા તેમના પતિ જીતેશ મણીલાલ પટેલ સાથે બાઈક નંબર GJ-15-M 5599 પર વાંસની ટોકરીમા ધુવડ (બાર્ન આઉલ) ને ભરી પાસ પરવાનગી વગર વેચવા માટે આવ્યા હતાં. વેચાણ અંગે વાતચીત ચાલતી હતી ત્યારે ફોરેસ્ટની ટીમે રેઇડ કરી હતી. જંગલ વિભાગના અધિકારીને બાતમી મળી હતી જે મુજબ વેચાણ અંગે વાતચીત કરે તે પૂર્વે જ જંગલ વિભાગની ટીમે ત્રણ ઇસમોને ઝડપી લીધા હતાં.