ગુજરાત

gujarat

ETV Bharat / state

Valsad murder case : વલસાડના ધરમપુરમાં પતિની પ્રેમિકાના બદલે તેની માતાની હત્યા કરી, ઘર જઈ પોતે પણ આત્મહત્યા કરી લીધી - Wife commits suicide

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા વાંસદા જંગલ ગામમાં પતિ-પત્ની ઔર વૌના કિસ્સાનો કરૂણ અંજામ આવ્યો છે. પતિના આડાસંબંધોથી ત્રસ્ત પરણીતા કુહાડી લઈ પતિની પ્રેમિકાના ઘર પર પહોંચી હતી. જ્યાં ભૂલથી પ્રેમિકાના બદલે પ્રેમિકાની માતાની હત્યા કરી (Valsad murder case )નાખી હતી. ભૂલનો પસ્તાવો થતા ઘરે જઈ પરણીતાએ પણ આત્મહત્યા(Wife commits suicide) કરી લેતા ચકચાર મચી છે.

Valsad murder case : વલસાડના ધરમપુરમાં પતિની પ્રેમિકાના બદલે  તેની માતાની હત્યા કરી, ઘર જઈ પોતે પણ આત્મહત્યા કરી લીધી
Valsad murder case : વલસાડના ધરમપુરમાં પતિની પ્રેમિકાના બદલે તેની માતાની હત્યા કરી, ઘર જઈ પોતે પણ આત્મહત્યા કરી લીધી

By

Published : Jan 3, 2022, 8:42 PM IST

વલસાડઃ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંસદા જંગલ ગામમાં રહેતી અને આશાવર્કર તરીકે ફરજ બજાવતા લીલાબેનના પતિ ગુલાબભાઈને ગામમાં જ રહેતી રેખા નામની યુવતી સાથે લગ્નેત્તર સંબંધો હોવાની જાણ થઈ હતી. પતિના આડાસંબંધોથી ત્રસ્ત પત્નિ ગતરાત્રિએ તેના પતિ ગુલાબભાઈને તેના માતાપિતાને બોલાવવા માટે પિયર મોકલી આપ્યા હતા. પતિની ગેરહાજરીમાં લીલાબેન કુહાડી લઈ રેખાની હત્યા નિપજાવવાના હેતુથી તેના ઘર પર પહોંચી ગઈ હતી. જ્યાં રેખાની જગ્યાએ રેખાના માતા ઊંઘી રહ્યા હતા,જે વાતથી લીલાબેન અજાણ હતા. રેખાની હત્યા કરવાના ઈરાદે માતાને કુહાડીના ઘા કરતા જ પથારીમાં ઊંઘી રહેલા માતાના પ્રાણપંખેરું ઉડી ગયા હતા. હત્યા નિપજાવ્યા બાદ લીલાબેને ઘર પર જઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચોઃGujarat Assembly Election 2022: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ચૂંટણી પહેલા રાજ્યના તમામ જિલ્લાનો કરશે પ્રવાસ

ભૂલ કરી બેસીએ હોવાનો પસ્તાવો થતાં આત્મહત્યા કરી

પોતાના પતિને પિયર મોકલી પોતાના માતા-પિતાને લાવવાનો કર્યા બાદ પતિની ગેરહાજરીમાં ઘરેથી કુહાડી લઈ પ્રેમિકાના ઘરે પહોંચી પ્રેમિકા સમજીને જેના ઉપર કુહાડીના ઘા કર્યા તે પ્રેમિકાની માતા નીકળી જેને પગલે હત્યા થયા બાદ પોતે ભૂલ કરી બેસીએ હોવાનો પસ્તાવો થતાં આખરે પત્નીએ પણ પોતાના ઘરે પહોંચી ઘરની પાછળના ભાગે ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.

વલસાડ હત્યા કેસ

હત્યા કરીને આત્મહત્યા કરી

ગુલાબભાઈ પોતાના સાસરે થી પરત પોતાના ઘરે ફર્યા બાદ પોતાની પત્નીને ઘરમાં ન જોતાં તેમણે પત્નીની શોધખોળ આદરી હતી અને તેમના પુત્રને પૂછતા તેમણે કહ્યું કે તેની માતા મોડી સાંજે ઘરની બહાર નીકળી હતી. જે બાદ તેમને શંકા જતા ઘરની પાછળના ભાગે તપાસ કરતા આંબાની ડાળી સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેમની પત્ની મળી આવતા તેમણે તાત્કાલિક મૃતકની લાશને નીચે ઉતારી હતી. પરંતુ તે પહેલાં જ તેનું મોત થઈ ચૂક્યું હતું ઘટનાની જાણ સ્થાનિક લોકોને તેમજ ત્યાર બાદ પોલીસને કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.આમ પતિ-પત્ની અને વો ના કિસ્સાનો ધરમપુરમાં કરૂણ અંજામ આવ્યો હતો. પત્ની ઉશ્કેરાઇ જઈને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારવાના ચક્કરમાં પ્રેમિકાની માતાને ભૂલથી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને જે બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી હાલ તો પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃAshant Dhara Act Violation: અશાંતધારા કાયદાના ઉલ્લંઘનના વિરોધમાં હવે યોગીની સંસ્થા મેદાનમાં, જૈન સમાજે કરી તપાસની માંગ

ABOUT THE AUTHOR

...view details