વલસાડઃ નગર પાલિકાની સામાન્ય સભા મંગળવારે વલસાડ પાલિકાના અટલબિહારી વાજપાઈ સભા ખંડમાં પાલિકા પ્રમુખ પંકજ આહીર, પાલિકા ચીફ ઓફિસર જગત વસાવા, સોનલબેન સોલંકીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. સામાન્ય સભામાં કુલ 41 જેટલા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં તમામ વિકાસના કાર્યો બાબતે ચર્ચાઓ કરવાની હતી, પરંતુ આ પૂર્વે પાલિકામાં વર્ષોથી પટાવાળા તરીકે ફરજ બજાવતા મહેશભાઈનું નિવૃત્ત વિદાય માન-સન્માન યોજાયું હતું. જેમાં તમામ સભ્યોએ તેમની કામગીરીને બિરદાવી હતી. મહેશભાઈની ખોટ પડશે તેવી લાગણી સભ્યોએ વ્યક્ત કરી હતી.
નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ સામાન્ય સભા દરમિયાન વલસાડ જિલ્લામાં બની રહેલી DMDG અંગ્રેજી શાળા બાબતે થઈ રહેલા બાંધકામ અંગે કેટલો ખર્ચો થયો? આગામી દિવસમાં તેના ફર્નિચર માટે કેટલો ખર્ચ થશે, જે બાબતે ઉજસ ભાઈ શાહ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં અંદાજિત 84 લાખના ખર્ચે સ્કૂલનું બાંધકામ થઇ રહ્યું છે. જો કે, SRS ફંડમાંથી આ કામગીરી કરવામાં આવી રહી છે. SRSમાં કુલ 4 કરોડ અને 85 લાખ જેટલા પૈસા આવ્યા હોય તેમાંથી આ કામગીરી થઇ રહી હોવાની માહિતી આપી હતી.
નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ પાલિકાના સભ્ય સોનલબેન પટેલ દ્વારા વોર્ડ નંબર 11માં ધારાનગર અને તડકેશ્વર સોસાયટી વિસ્તારમાં પીવાનું પાણી અનિયમિત આવતું હોવાની પણ ફરિયાદ કરી હતી. બીજી તરફ વલસાડના હાલર રોડ વિસ્તારમાં તેમજ વલસાડના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવમાં જળકુંભીની સમસ્યા છે. જેને લઇને કેટલાક દુકાનો રાસ પણ વધી ગયો છે. તેમજ તેની સાફ સફાઈ ન થવાને કારણે તળાવનું પાણી નજીકનાં કેટલાંક કુટુંબોમાં ઉતરી જવાના કારણે પાણી પડ્યા હોવાનું પાલિકાના સભ્ય નિતેશ વસી પોતાની સાથે પ્લાસ્ટિકની થેલીમાં ભરીને અત્યંત દુર્ગંધ મારતી હાલતમાં મળી આવેલી જળકુંભી પાલિકાની સામાન્ય સભાની વચ્ચે કાઢીને મુકતા લોકો આશ્ચર્ય પરિસ્થિતિમાં મુકાયા હતા. આ સાથે જ નજીકના હેન્ડલુમમાંથી નીકળતા ગંદા પાણીની બોટલ પણ તેમણે આ સભામાં રજૂ કરી હતી.
નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ નિતેશ વસી જણાવ્યું કે, પાલિકા દ્વારા તળાવમાં ઊગી નીકળી જળકુંભીની સાફ સફાઈ કરવામાં આવે, તો બીજી તરફ રાજુભાઈ મરચા દ્વારા વલસાડના વિવિધ વિસ્તારોમાં બંધ લાઈટોને કારણે અનેક મોટી સમસ્યાઓ સર્જાય છે. તેમની વારંવાર રજૂઆત કરવા છતાં પણ કેટલી લાઈટો ચાલુ કરવામાં આવી નથી. છેલ્લા પાંચ-છ વર્ષથી કલ્યાણ બાગ રિનોવેશન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી આ કામગીરી પૂર્ણ થઇ નથી. કલ્યાણ બાગની આસપાસના કેટલાક વિસ્તારમાં પેવર બ્લોક બેસાડીને જાણે લારી ગલ્લાવાળાઓને દબાણ કરવા માટે પાલિકા દ્વારા ખુદ આમંત્રણ આપવામાં આવી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. કેટલાક માર્ગો પર મોટી ટ્રાફિકની સમસ્યા આવા લારી ગલ્લાવાળાઓને કારણે સર્જાઈ રહી છે. જેને કારણે રસ્તાઓ પર રાહદારીઓને સમસ્યા ભોગવવી પડે છે. આ બાબતે તેમણે પાલિકાને અગાઉ પણ રજૂઆતો કરી હતી, પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી. જેમાં તેમણે રોષ ઠાલવ્યો હતો. પાલિકાના સભ્ય રમેશભાઈ દ્વારા સાપુનગર વિસ્તારમાં પીવાના પાણીનું પ્રેશર ખૂબ જ ઓછા પ્રમાણમાં આવતું હોવાની ફરિયાદ કરી હતી.
એક સભ્યએ જળકુંભી લઈને પાલિકા સભામાં દરેક ની સમક્ષ જાહેરમાં મૂકી રોષ ઠાલવ્યો હ ઉલ્લેખનીય છે કે, પાલિકાની સામાન્ય સભામાં વિકાસના કાર્યોના મુદ્દા સાઇડ પર જ રહ્યા હતા. લોકોએ તેમની સમસ્યાઓની ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું હતું. આ આચાર્ય બેથી અઢી કલાક જેટલો સમય ચાલ્યો હતો. જે બાદ જનરલ બોર્ડની મિટીંગમાં 41 જેટલા મુદ્દાઓ પર ચર્ચા વિચારણાઓ શરૂ કરવામાં આવી હતી. પાલિકાના સભ્યોની ફરિયાદ થતી રહી, દરેક સભામાં પ્રમુખ દ્વારા કામ કરી આપવામાં આવશે, તેવી ખાતરી આપવામાં આવે છે. આ સભા પૂર્ણ થયા બાદ કોઈપણ ફરિયાદ અંગે કામગીરી થતી જ નથી મંગળવારે આ તપાસ દરમિયાન પાલિકાના 14 વોર્ડની સભ્યો પાલિકાની વિવિધ સમિતીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વલસાડના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.