વલસાડઃત્રણ દિવસ અગાઉ કપરાડા તાલુકાના સુખાલા અંભેટી ગામે માટી ખાનન ચાલતું હોય વલસાડ જિલ્લા ખાણ ખનીજ વિભાગના( Valsad Mines and Minerals Department )માઈન સુપ્રવાઈઝર અને બે સિક્યુરીટી ગાર્ડ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બે ટ્રક પકડી બંને ટ્રક ઉપર એક એક સુપરવાઈઝરને બેસાડીને વજન કરવા ટ્રકો રવાના કરી હતી. તે સમયે ફોર્ચુનર અને સ્કોર્પિયો કારમાં આવેલા ચાર જેટલા ઇસમોએ ટ્રક પાસે ઉભેલા સિક્યુરીટી ગાર્ડ સાથે ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને ટ્રકો છોડાવી ગયા હતા. જે અંગે માઈન સુપરવાઈઝરે નાનાપોંધા પોલીસ મથકે ચાર સામે પોલીસ (Kaprada Taluka Police )ફરિયાદ નોધાવી હતી.
આ પણ વાંચો:Mineral Theft Case in Porbandar : પોરબંદરના રાતડી ગામે બે કરોડથી વધુની ખનીજ ચોરી, 10 વિરુદ્ધ ફરિયાદ
શું હતો આખો ઘટના ક્રમ
સોમવારે સવારની ઘટના ઓફિસના બે સિક્યુરિટી ગાર્ડ હેતલ ચંદુભાઈ માહ્યાવંશી અને મનિષ દિપકભાઈ હળપતિ સાથે ખાનગી વાહનમાં બેસીને કપરાડાના સુખાલાથી અંભેટી તરફ જવાના માર્ગ ઉપર ચેકિંગ કરવા માટે નીકળ્યા હતા. ગેરકાયદે માટી ખનનની પ્રવૃતિ ઉપર કાર્યવાહી કરવા નીકળેલી ભૂસ્તર વિભાગની ટીમ અંભેટી રોડ ઉપર પહોંચી ત્યારે ટ્રક નંબર જીજે 15 યુયુ 5654ને આંતરીને તપાસ કરતા હાર્ડ મોરમ ભરેલું જણાયું હતું. ચાલક પાસેથી પાસ પરમિટ માગતા તેની પાસે કોઈપણ જાતની પરવાનગી નહિં હોવાનું જણાવતા ટ્રકને સાઇડે ડીટેઇન કરી હતી. બાદ સુપરવાઇઝર અને ગાર્ડ વધુ તપાસ માટે ધગડમાળની નીલકંઠ ક્વોરી તરફ જઈ રહ્યા હતા તે વખતે ગાર્ડ હેતલે ફોન કરીને સુપરવાઇઝરને જણાવ્યું હતું કે, કોપરલી ગામે રહેતા જિતુભાઈ, હિતેશ આહિર અને હરિશ આહિર અને જિલ્લા પંચાયત સભ્ય મિતેશ પટેલ અને કેટલાક માણસો આવીને ધમકી આપીને હુમલો કરવાનો પ્રયાસ કરી હિતેશ આહિર અને જિતુએ ગાર્ડને લાતો મારીને ધમકી આપીને પકડેલી ટ્રક લઇને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ચાર સામે થયેલી ફરિયાદમાં બે લોકોની ધરપકડ
ચાર સામે નાના પોઢાં પોલીસ મથકમાં માઈન્સ સુપરવાઈઝરએ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં જિતુભાઈ, હિતેશ આહિર અને હરિશ આહિર અને જિલ્લા પંચાયત સભ્ય મિતેશ પટેલ સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે પૈકી પોલીસે આજે જીતું પટેલ કોપરલી અને જિલ્લા પંચાયત સભ્ય મિતેશ પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આમ સરકારી કર્મચારી સામે થયેલ ધાકધમકી અને માર મારવાના પ્રકરણમાં પોલીસે બે સામે કાર્યવાહી કરી જયારે અન્ય બે આરોપી પોલીસ પહોચ થી દુર છે.
આ પણ વાંચો:Dwarka Mines and Minerals Department : દ્વારકા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ પર કરાઈ મોટી કાર્યવાહી