વલસાડ જિલ્લા પોલીસના લોકલ ક્રાઈમ બ્રાંચ અને SOGની ટીમને મળેલી બાતમીના આધારે પારડી તાલુકાના પરિયા ગામે ટુકવાડા ચાર રસ્તા નજીક 5 જેટલા ઈસમો લૂંટ કરવાના ઇરાદે એકત્ર હોવાની માહિતી મળી હતી. જેને લઇને પોલીસ સ્થળ ઉપર જઈ આ 5 આરોપીને દબોચી લીધા હતા. તેઓ હરીશ એન્ટરપ્રાઇઝ નામની મની ટ્રાન્સપોર્ટની દુકાનમાં વેપારીને રાત્રિના સમયે તેમની દુકાનની બહારથી આંતરીને લૂંટ કરવાના ઇરાદે એકત્ર થયા હતા.
વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ અને SOGની ટીમે ઘરફોડ અને ચોરી કરતી વૉન્ટેડ ગેંગને પકડી - gujaratinews
વલસાડઃ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટક વગેરે રાજ્યોમાં લૂંટ ,ધાડ, ઘરફોડ અને વાહન ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગને ઘાતક હથિયાર સાથે વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વલસાડ નજીક આવેલા પરિયા ગામની સીમમાંથી ઝડપી પાડી હતી. જેમની પાસેથી લૂંટ અને ધાડ પાડવાના હથિયારો પણ કબજે કરવામાં આવ્યા હતા. પકડાયેલા 5 લૂંટારૂઓની પૂછપરછ કરતાં અનેક વિસ્તારના ઘરફોડ ચોરી વાહનચોરીના 10 જેટલા ગુનાઓ ઉકેલાયા હતા.
પોલીસે રેડ કરી 5 રીઢા લૂંટારૂઓને ઝડપી લેતા વલસાડ નવસારી અને સુરત જિલ્લામાં તેમના દ્વારા કરવામાં આવેલા અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને કર્ણાટક જેવા રાજ્યોમાં લૂંટ ધાડ ઘરફોડ અને વાહન ચોરી કરનારા આંતરરાજ્ય ગેંગને પોલીસે ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી દેશી હાથ બનાવટની એક પિસ્તોલ જીવતા કાર્ટીસ નંગ બે મરચાની ભૂકી અંદાજે ૫૦ ગ્રામ નાયલોનની દોરી આશરે 15 ફૂટ ધારદાર ઝટકો નંગ-૨ એક લોખંડના હાથા વાડી ધારદાર કુહાડી નંગ 1 મોબાઈલ ફોન નંગ 7 ઈલેક્ટ્રીક કટર નંગ 1 કાચ કાપવાનુ કટર નંગ 1 રોકડ રૂપિયા તથા એક પિકઅપ વાન honda shine motorcycle મળી કુલ 2,87,320 મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.
આ ગેંગના 5 રીઢા ગુનેગારોએ વાપી, પારડી ,નવસારી ,ભરૂચ, સુરત સહિત અનેક જિલ્લાઓમાં લુંટ, ધાડ ,ઘર ફોડ ,વાહન ચોરી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. વલસાડ પોલીસે આ ગેંગને ઝડપી લેતા જીલ્લામાં થતી મોટી ઘટના અટકી ગઈ હતી. પકડાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.