વલસાડઃ મૃતક મહિલાની ઓળખ થઈ ચૂકી છે અને પોલીસે તેના પરિવાર સાથે પૂછપરછ કરતા આ મહિલા બે સંતાનની માતા મયુરી નાયકા હોવાનું જાણવા મળ્યું છે. જે બે દિવસથી ઘરેથી લાપતા હતી. તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે પોલીસે ખરેખર આ મહિલાએ આત્મહત્યા કરી છે કે પછી કોઈ ઇસમે હત્યા કરી છે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. જ્યારે મૃત મહિલાના મોઢા અને કપાળના ભાગે ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા હતા.
વલસાડના પારનેરા ડુંગર પરથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો - oman dead body
પારનેરા ડુંગરના પાછળના ભાગમાં આવેલા ચિચવાડા ગામના સીમાડે ડુંગર નજીક ઝાડીમાં ગામના કોઈ યુવાનને મહિલાનો મૃતદેહ જોવા મળતા ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ ટીમને થતા રૂરલ પોલીસ મથકના પીએસઆઇ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
વલસાડના પારનેરા ડુંગર પરથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો
હાલ તો પોલીસે મહિલાના મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે મહિલાની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા.
Last Updated : Mar 16, 2020, 8:36 PM IST