વલસાડ: વૈશ્વિક મહામારી કોરોના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉનના સમયમાં વાહનો લઇને ફરવા નીકળેલા અનેક વાહનચાલકોને પોલીસે આરટીઓનો મેમો પકડાવીને વાહનો કબજે કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં આવા અનેક વાહનો ડિટેન કરેલા છે. ત્યારે પોલીસે વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરી વાહન પરત કરવાની કામગીરી શરૂ કરી છે.
વલસાડ: લોકડાઉન દરમ્યાન ડીટેઇન કરેલા વાહનો, દંડ ભરી પરત કરવાની કામગીરી શરૂ જયારે લોકડાઉનના સમયમાં આરટીઓ કચેરી બંધ હોવાથી વાહનોને છોડાવવું વાહનચાલકો માટે ચિંતા જનક હતું. જેથી રાજ્ય સરકારે આ પ્રશ્નોને ગંભીરતાથી લઈ પોલીસ મથક પરજ આરટીઓના કર્મચારીઓને મૂકી દંડ વસૂલવા માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
વલસાડ: લોકડાઉન દરમ્યાન ડીટેઇન કરેલા વાહનો, દંડ ભરી પરત કરવાની કામગીરી શરૂ જેને કારણે ડિટેઇન કરેલા વાહનોનો પોલીસ મથકમાંજ દંડ લઈ વાહનો પરત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં બે હજારથી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. હાલ પૂરતુ પારડી પોલીસ સ્ટેશનમાંજ વાહનો પરત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
દંડની વાત કરીએ તો ડોક્યુમેન્ટ વગરના વાહનો ચલાવનાર સામે રૂપિયા ૫૦૦નો વસુલવામાં દંડ વસુલવામાં આવે છે. જ્યારે લાયસન્સ તેમજ ઇન્સયોરનસ વગરના ટુ વ્હીલર ચાલકો પાસે ૨૦૦૦ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે.
વલસાડ: લોકડાઉન દરમ્યાન ડીટેઇન કરેલા વાહનો, દંડ ભરી પરત કરવાની કામગીરી શરૂ મહત્વનું છે કે આ જ પ્રકારે વલસાડ રૂરલ અને વલસાડ સિટી પોલીસ મથકમાં પણ પકડાયેલા વાહનો પરત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.વલસાડ સિટી પોલીસ મથકમાં 480 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.અને આ કામગીરી દરમિયાન સોશિયલ ડીસ્ટશનનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે