- ગોપાલ પટેલ સહિત 25 કાર્યકરો કોંગ્રેસનો ખેસ પહેર્યો
- કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે કોંગ્રેસમાં આવકાર્યા
- NCPનું કોંગ્રેસમાં વિલીનીકરણ
વલસાડ: પારડી હોટેલ વિરામ ખાતે NCPના પ્રમુખ ગોપાલ પટેલ અને 25 કાર્યકરોએ વિધિવત કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ પટેલે વલસાડ જિલ્લા NCP પ્રમુખ ગોપાલભાઈ પટેલને કોંગ્રેસનો ખેસ પહેરાવીને કોંગ્રેસમાં આવકાર્યા હતા.
કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે કોંગ્રેસમાં આવકાર્યા
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું છે. ત્યારે દરેક પક્ષ જોડ-તોડની નીતિ અપનાવી રહ્યો છે. પારડી વિરામ હોટલ ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ પટેલે વલસાડ જિલ્લા NCP પ્રમુખ ગોપાલભાઈ પટેલને કોંગ્રેસના ખેસ પહેરાવીને કોંગ્રેસમાં આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં એનસીપીના 25 જેટલા મુખ્ય કાર્યકર્તાઓએ કોંગ્રેસની ખેસ પહેરી હતી અને આગામી ચૂંટણીમાં NCP ના દરેક કાર્યકરો કોંગ્રેસ તરફથી કાર્ય કરશે તેમ NCP ના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું.