વલસાડ : વાપી જીઆઈડીસી ચાર રસ્તા નજીકથી જીઆઈડીસી પોલીસે કન્ટેનરમાં ભરેલો 24 લાખની કિંમતનો ગુટખાનો જથ્થો જપ્ત કર્યો છે. જોકે, કન્ટેનરનો ચાલક પોલીસની કાર્યવાહી પહેલાં જ ફરાર થઇ ગયો હતો. પોલીસે ગુટખાનો જથ્થો કબજે લઇને વધુ તપાસ હાથ ધરી છે. જે અંગે GIDC પોલીસ તરફથી વિગતો આપવામાં આવી હતી.
24 લાખના ગુટખા જપ્ત : વાપીના ડુંગરી ફળિયાના એક ગોડાઉનમાંથી પોલીસે 98 લાખના ગુટખા ઝડપી પાડ્યા હતાં. આ ગુટખાનો જથ્થો કોનો હતો તેની કડી મળી શકી નથી. તેમજ તેનો માલિક પણ હજુ ફરાર છે. ત્યાં વાપી જીઆઈડીસીમાં વધુ એકવાર એક કન્ટેનરમાં ભરેલો 24 લાખના ગેરકાયદે ગુટખાનો જથ્થો ઝડપાયો છે.
સોમવારે શંકાસ્પદ કન્ટેનરની તપાસ કરતા તેમાંથી ગેરકાયદે રાખવામાં આવેલો અંદાજે 24 લાખના ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. જોકે,કન્ટેનરના ચાલક કે અન્ય ઇસમો પોલીસની કાર્યવાહી પહેલા જ ફરાર થઇ ગયા હતાં. જેથી જીઆઇડીસી પોલીસે ગુટખાનો જથ્થો કબજે લઇને વધુ તપાસ હાથ ધરી છે...વાપી જીઆઈડીસી પોલીસ
કોથળામાં ભરેલો હતો ગુટખાનો જથ્થો : વાપીના ડુંગરી ફળિયામાં આવેલા એક ગોડાઉનમાંથી પોલીસે 98 લાખના ગુટખા ઝડપી પાડ્યા હતાં. જોકે, આ ગુટખાનો જથ્થો કોનો હતો તે અંગે ગોડાઉન માલિક ફરાર હોવાથી કોઇ મહત્વની કડી મળી શકી નથી. આ સંજોગમાં સોમવારે ફરીથી જીઆઇડીસી પોલીસે 24 લાખની કિંમતના દિલ્હી બનાવટના ગુટખાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે સોમવારે વાપી જીઆઇડીસી સ્થિત ચાર રસ્તા નજીક પાર્ક કરેલા એક બંધ કન્ટેનરમાં તપાસ કરવામાં આવી હતી. કન્ટેનરમાંથી દિલ્હી બનાવટના કોથળામાં ભરેલા 24 લાખના ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો.
મહારાષ્ટ્ર લઈ જવાય છે ગેરકાયદે ગુટખા : આ અંગે જીઆઇડીસી પોલીસે 24 લાખના ગુટખા તથા કન્ટેનર કબજે લઈ તપાસ હાથ ધરી છે. પોલીસની રેઇડ દરમ્યાન ચાલક કે અન્ય કોઇ આરોપી પોલીસને મળી આવ્યો નથી. પરંતુ, ગુટખાનો આ જથ્થો મહારાષ્ટ્રમાં સપ્લાય માટે લઇ જવાતો હોવાની શંકા સેવી પોલીસે એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
- Gutka-tobacco seized in Silvassa: સેલવાસમાં ગુટકા-તમાકુ વેચનારાઓ પર તવાઈ, 16 લાખ રૂપિયાનો જથ્થો પોલીસે કર્યો જપ્ત
- મોડાસાથી મહારાષ્ટ્ર કન્ટેનરમાં લઇ જવાતા 8 લાખના Gutka સાથે વાપીમાં બે ઇસમોની ધરપકડ
- સૌરાષ્ટ્રમાં દર 5માંથી 3 લોકોને ફાકીનું વ્યસન, થાય છે મોઢાના કેન્સર