હત્યા કરનાર પત્નીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. સાથે હજાર રૂપિયાનો દંડ જ્યારે આ હત્યાના કેસમાં લાશને સગેવગે કરવાના ગુનામાં મદદરૂપ થનાર બે મિત્રોને પણ ત્રણ વર્ષની સાદી સજા અને 500 રૂપિયા દંડ જો દંડ ન ભરે તો વધુ 15 દિવસની સજા ફટકારી છે.
લકવા ગ્રસ્ત પતિની હત્યા કરનાર પત્નીને આજીવન કેદ - વલસાડ સમાચાર
વલસાડઃ 2015ના ઓગસ્ટ માસમાં પારડી તાલુકાના પરિયા ગામે માહ્યવંશી ફળિયામાં રહેતી એક પત્નીએ તેના લકવાગ્રસ્ત પતિની હત્યા કરી હતી. બાદમાં તેની લાશને કોથળામાં ભરી તેના 2 મિત્રો સાથે સગેવગે કરવાની ફિરાકમાં હતા, તે દરમિયાન ગ્રામજનોને શંકા જતા તેમણે ઘરમાં તપાસ કરતા આ હત્યાનું પ્રકરણ બહાર આવ્યું હતું.
સમગ્ર બાબતની ગ્રામજનોએ પારડી પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી હતી અને હત્યાકેસનો ગુનો આ ત્રણે ઉપર દાખલ કર્યો હતો. જેમાં આ કેસ વલસાડ સેશન્સ જજ પીજી ગોકાણીની કોર્ટમાં ચાલી આવતા લકવાગ્રસ્ત પતિની હત્યા કરવાના ગુનામાં પત્ની મમતાબેન ઇશ્વરભાઇ માહ્યવંશીને દોષિત ઠેરવી હત્યા કરવાના ગુનામાં આઈપીસીની કલમ 302 મુજબ આજીવન કેદની સજા અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો છે.
દંડ ન ભરે તો વધુ 30 દિવસની સજા તેમજ પતિની હત્યા કર્યા બાદ તેની લાશ સગેવગે કરી પુરાવાનો નાશ કરવા બદલ આ ગુનામાં આરોપીની પત્નીને મદદ કરવા માટે આવેલા ઉપેન્દ્ર અંબિકા ગુપ્તા અને સુનીલ મંગલ પ્રસાદ ચૌધરીને આઈપીસીની કલમ 201, 144 મુજબના ગુનામાં 3 વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા 500 દંડ અને દંડ ન ભરેતો વધુ 15 દિવસની કેદની સજાનો હુકમ કર્યો છે.