ગુજરાત

gujarat

By

Published : May 25, 2021, 3:44 PM IST

ETV Bharat / state

વલસાડ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ રોગના દર્દીઓ માટે 40 બેડનો વોર્ડ શરૂ કરાયો

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના વાઇરસ બાદ મ્યુકોરમાઈકોસિસનો કહેર વર્તાઇ રહ્યો છે. ફંગસથી થતી આ બીમારી કોરોનામાંથી સ્વસ્થ થયેલા દર્દી અને મધુપ્રમેહના દર્દીને પોતાનું નિશાન બનાવે છે અને નાકથી થાય છે અને મગજ સુધી પહોંચી જાય છે. જેમાં દર્દીએ આંખ ગુમાવવી પડે છે અથવા ત્વરિત સારવાર ના મળે તો જીવ પણ ગુમાવવાની નોબત આવે છે. વલસાડ જિલ્લામાં પણ સમાન્ય લોકોને સારવાર મળી રહે તે માટે વલસાડ સિવિલ દ્વારા 40 બેડ સાથે વિશેષ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. હજુ ત્યાં એક પણ દર્દી નથી.

વલસાડ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ રોગના દર્દીઓ માટે 40 બેડનો વોર્ડ શરૂ કરાયો
વલસાડ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ રોગના દર્દીઓ માટે 40 બેડનો વોર્ડ શરૂ કરાયો

  • વલસાડ સિવિલમાં મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે 40 બેડ સાથે વોર્ડ શરૂ કરાયો
  • ખર્ચાળ માનવામાં આવતી સારવાર હવે સમાન્ય વર્ગને પણ સિવિલમાં મળી રહશે
  • સારવાર લઇ રહેલા દર્દીને અંદાજીત 3 હજારના એવા રોજના 5થી 6 ઈજેક્શન આપવાના હોય છે
  • સારવારનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં રોજીંદા માત્ર ઈજેક્શનના 20 હજાર થાય છે
  • ખુબ ખર્ચાળ હોય છે મ્યુકોરમાઈકોસિસ રોગની સારવાર

વલસાડઃજિલ્લામાં પણ મ્યુકોરમાઈકોસિસના કેસો ધીમે ધીમે સામે આવી રહ્યા છે. જોકે મોટા ભાગે લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે પરંતુ ખાનગી હોસ્પિટલમાં સારવાર ખુબ ખર્ચાળ બની રહે છે. મધ્યમ વર્ગીય પરિવાર માટે મ્યુકોરમાઈકોસિસની સારવારને પહોંયી વળાય એમ નથી કારણ કે દર્દીને રોજના 3 હજાર રૂપિયાના એક ઇન્જેક્શન એવા રોજના 6 ઇન્જેક્શન આપવાના થતાં હોય છે. જયારે અન્ય દવાઓ અને અન્ય ઇલાજનો ખર્ચ અલગ હોય છે. સિવિલમાં આ સારવાર શરૂ થતાં હવે સમાન્ય વર્ગના પરિવારને રાહત રહેશે.

વલસાડ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ રોગના દર્દીઓ માટે 40 બેડનો વોર્ડ શરૂ કરાયો

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસનો પગપેસારો, જિલ્લામાં સારવાર જ ઉપલબ્ધ નથી

40 બેડ સાથે સિવિલમાં શરૂ કરવામાં આવ્યો અલગ વોર્ડ

કરોનાની મહામારી જેવી જ મ્યુકોરમાઈકોસિસે માઝા મૂકી છે ત્યારે દરેક જિલ્લામાં તેના દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આવા સંજોગોમાં દરેક દર્દીને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે સરકાર કટીબદ્ધ બની છે અને સરકારી હોસ્પિટલમાં સારવાર મળે તે માટે વિશેષ વોર્ડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વલસાડમાં 40 બેડની અધ્યતન સુવિધા સાથે વિશેષ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં જિલ્લાના 6 તાલુકામાંથી જો કોઈ દર્દી આવે તો તેને સારવાર મળી રહે.

વલસાડ જિલ્લામાં પણ મ્યુકોરમાઈકોસિસના કેસો સામે આવ્યા

વલસાડ જિલ્લામાં થોડા દિવસ આગાઉ કુલ 17 મ્યુકોરમાઈકોસિસના કેસ સામે આવ્યા હતા જેમાં મોટાભાગે લોકો વલસાડ અને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. મહત્વનું છે કે ખાનગી હોસ્પિટલમાં આવનાર દર્દીઓમાંથી પણ અનેક લોકોને ઓપરેશન કરીને આંખ કાઢી નાખવાની નોબત આવી ચુકી છે ત્યારે વલસાડના ડોક્ટર હાઉસ, કસ્તુરબા હોસ્પિટલ જેવી અનેક હોસ્પિટલમાં દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. વલસાડ જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં 40 બેડ સાથે મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે વિશેષ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ નાસકાંઠામાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસનો પગપેસારો, જિલ્લામાં સારવાર જ ઉપલબ્ધ નથી

ABOUT THE AUTHOR

...view details