આ કાર્યક્રમ વલસાડ જિલ્લા સાંસદ કે.સી પટેલ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકી હાજરી આપી હતી. આ પ્રસંગે ડોક્ટર કેસે પટેલે જણાવ્યું કે ,આ એમ્બ્યુલન્સ સિવિલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.
વલસાડ સિવિલને મળી વધુ એક અદ્યતન એમ્બ્યુલન્સની સુવિધા - ambulance facility
વલસાડ : શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આજે જિલ્લા સાંસદના હસ્તે એમપી લાડ ફંડમાંથી રૂપિયા ૧૮ લાખના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ વધુ એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વલસાડ સિવિલમાં પહેલાથી જ ત્રણ જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે. જ્યારે સાંસદફંડમાંથી આજે વધુ એક એમ્બ્યુલન્સ સામેલ કરવામાં આવી છે. જેના કારણે હવે દર્દીઓ માટે આ એમ્બ્યુલન્સ ખૂબ જ ઉપયોગી નીવડશે.
etv bharat valsad
આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે, સાંસદ ફંડમાંથી અનેક શૈક્ષણિક કે રોડ રસ્તાના કામો થતા હોય છે. પરંતુ આરોગ્ય લક્ષી કામો પણ હોવા જોઈએ અને જેને અનુલક્ષીને જિલ્લા સાંસદના ફંડમાંથી 18 લાખના ખર્ચે અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.