વલસાડ પાલિકા વિસ્તારમાં આવેલ દરેક વોર્ડમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી માટે મુશ્કેલી પડી છે. શહેરીજનોએ પહેલા પણ અનેક મોરચા કાઢ્યા છે. તમામ સમસ્યાની વચ્ચે વલસાડ પાલિકા જે સ્થળે થી પાણી મેળવે છે. ત્યાં અબ્રામા ડેમ ઉપર પાણી સુકાઈ ગયું હતું. થોડા સમય પહેલા દમણગંગા નહેર વિભાગ દ્વારા નહેર મારફતે આપવામાં આવેલ પાણીથી ડેમ ફરી ભરાયો છે.
વલસાડના શહેરીજનો માટે પીવાના પાણીની સર્જાશે સમસ્યા - gujaratinews
વલસાડ : શહેરના પાલિકા વિસ્તારમાં આવતા અનેક લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડશે. હાલમાં દમણ ગંગા નહેર વિભાગ દ્વારા છોડવામાં આવેલ પાણી દ્વારા વલસાડ અબ્રામા ખાતે આવેલ વોટર વર્ક ડેમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. દર 15 દિવસે આવતા રોટેશન મુજબ પાણીથી હાલ ડેમ ફૂલ થયો છે. પરંતુ નહેર વિભાગનું રોટેશનના 15 દિવસનો સમય પૂર્ણ થયો છે. હવે પાણી 15 દિવસ બાદ આવશે જેને લઈને વલસાડ વાસીઓને પાણી માટે કરકસર કરવાની ફરજ પડશે. વલસાડ પાલિકા દ્વારા દિવસમાં માત્ર એક જ વાર પાણી આપવાનું નક્કી કર્યું હોવાનું પાલિકા C.Oએ જણાવ્યું હતું
લોકોને વરસાદના આવે ત્યાં સુધી કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. બીજી તરફ નહેર વિભાગ દ્વારા દર 15 દિવસે 5 દિવસ સુધી પાણી છોડવામાં આવે છે. હાલ માં 15 દિવસનું આ રોટેશન પૂર્ણ થતાં હવે નહેરમાં પાણી આગામી 5 જૂન સુધી આવી શકે તેમ છે. ત્યારે શહેરિજનોને પાણી દિવસમાં માત્ર એક વાર પાણી આપવામાં આવશે તેવુ પાલિકા C.O વસાવાએ જણાવ્યું હતું.
જો 21 જૂન સુધીમાં વરસાદ વલસાડમાં આગમન કરે તો વલસાડ પાલિકાના ડેમ સુકાઈ પણ શકે છે. આગમી દિવસમાં વલસાડ પાલિકા વિસ્તારમાં રહેતા રહીશોને પીવાના પાણીની સમસ્યાનો સમાનો કરવો પડશે.