વલસાડની ભાગડાવડા પંચાયતના તલાટીની આવક કરતા વધુ સંપત્તિ, ACBએ ફરિયાદ દાખલ કરી - talati
વલસાડ: ભાગડાવડા ગ્રામપંચાયતના તલાટી વિરુદ્ધ ACBની ટીમે અપ્રમાણસર મિલકતનો ગુન્હો દાખલ કરતા મહેસુલી કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે. વલસાડ અબ્રામાં ખાતે સોમેશ્વર પાર્કમાં પ્લોટ રહેતા ચીમન રણછોડ પટેલ તલાટી ક્રમ મંત્રી વર્ગ-૩ તરીકે સરકારી નોકરી કરી રહ્યા છે. જેઓ પાસે અપ્રમાણસર મિલકત વસાવી હોવાના કારણે એ.સી.બી ટીમને લેખિત ફરિયાદ નોંધાઈ હોવાથી અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું બહાર આવ્યું છે.
સ્પોટ ફોટો
તલાટીની આવક કરતા 33.34 ટકા વધુ કિંમતની અપ્રમાણસર મિલકત વસાવીને રાજ્યસેવક તરીકે ગુનાહિત ગેરવર્તન કરીને ફોજદારી ગુનો કર્યો હોવાનું બહાર આવ્યું છે.