વલસાડ: નિર્સગ વાવાઝોડાને લઇને જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, મંગળવારે NDRFની ટીમે જિલ્લાના કોસંબા ગામની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત દરિયા કિનારાના 3 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા અનેક લોકોને કિનારો ખાલી કરી શેલ્ટર હોમમાં લઇ જવા માટે તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ તેમણે વાવાઝોડું કેટલુ દૂર છે અને તેનાથી કેટલું નુકસાન થઇ શકે છે એ તમામ જાણકારી લોકોને આપી હતી.
વાવાઝોડા સામે જાન-માલનું રક્ષણ કરવા વલસાડ સક્ષમઃ કલેક્ટર
અરબી સમુદ્રમાં સક્રિય થયેલું નિસર્ગ નામનું વાવાઝોડું તેજ ગતિથી દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આવા સમયે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બની કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. વાવાઝોડા સામે તકેદારીના ભાગરૂપે જિલ્લામાં વિવિધ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લામાં 2 NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં ઝીરો કૅઝુઅલ્ટિ ઉપર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે.
વાવાઝોડા સામે જાન-માલનું રક્ષણ કરવા વલસાડ સક્ષમઃ કલેક્ટર
કોસંબા દિવાદાંડી વિસ્તારમાં 200થી વધુ ઘર આવેલા છે અને આ તમામ ઘરોમાં 4થી 5 વ્યક્તિઓ વસવાટ કરે છે. જેથી જિલ્લા વહીવટી તંત્રએ આ તમામ લોકોને શેલ્ટર હોમમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાંથી અંદાજીત 4,000 લોકોને ખસેડવામાં આવશે. આ લોકો માટે 35 ગામોમાં 35 શેલ્ટર હોમ પણ બનાવવામાં આવ્યા છે. આ તમામ સ્થળોએ કોરોનાને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની તકેદારી રાખવામાં આવી રહી છે.