વાપીમાં 3 દિવસ પહેલા બનેલી લૂંટની ઘટના ફરી એકવાર ચર્ચામાં આવી છે. 9 જાન્યુઆરીએ ચોણોદમાં આવેલી IIFL ગોલ્ડ લોન બેન્કમાં 10 કરોડના દાગીનાની ચોરી થઈ હતી. જેમાં ઉપયોગમાં લેવાયેલી કાર બિનવારસી હાલતમાં ભિલાડ નજીક આવેલા ધનોલી વિસ્તારમાંથી મળી આવી છે. જેની જાણ થતાં પોલીસે કાર જપ્ત કરીને તપાસ હાથ ધરી હતી.
વાપીમાં કરોડોના સોનાની લૂંટમાં વપરાયેલી કાર બિનવારસી હાલતમાં મળી - IIFL gold loan
વાપીઃ તાલુકાના ચાણોદમાં IIFL ગોલ્ડ લોન બેન્કમાં ફિલ્મી ઢબે લૂંટ થઈ હતી. ઘટનાના 3 દિવસ બાદ ભિલાડ નજીક આવેલા ધનોલી પાસેથી લૂંટ વપરાયેલી કાર બિનવારસી હાલતમાં મળી આવી છે. કાર જપ્ત કરીને પોલીસે આગળની તપાસ ધરી છે.
વાપી
પ્રાથમિક તપાસમાં રીનોલ્ટ કંપનીની MH-43-AV-2364 નંબરની આ કારમાંથી ક જેકેટ, સેલોટેપ,લાલ રંગની થેલી અને એક નાની કટર મળી આવ્યા હતા. જેની ફોરેન્સિકની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી.