- વલસાડનું પ્રથમ ગામ ઉંટડીબન્યું 100 ટકા વેક્સિનેશન
- યુવાનોમાં વેક્સિન પ્રત્યે જાગૃતતા જોવા મળી
- 1669 લોકોને રસીકરણ કરવામાં આવ્યું
- 1લી માર્ચ 2021થી વલસાડ જિલ્લામાં રસીકરણ શરૂ થયું હતું
વલસાડ: કોરોનાની મહામારીથી બચવા માટે ૨સીકરણ જ એક માત્ર રામબાણ કહી સકાય છે, ત્યારે વલસાડ જિલ્લામાં તબક્કાવા૨ 1 લી માર્ચ, 2021 થી 60 વર્ષ અને 45 વર્ષથી વધુ વયના વ્યક્તિઓનું રસીક૨ણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ 21 મી જૂન, 2021 નાં રોજથી કોવિડ વેક્સિનેશન મહાભિયાન અંતર્ગત 18 વર્ષથી વધુ વયનાં વ્યક્તિઓનું પણ રસીક૨ણ શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:પાટણ જિલ્લામાં કોરોના સામે લડવા 40 ટકા vaccination પૂર્ણ
પાત્રતા ધરાવતા લોકોને 1669 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
વલસાડ કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીની મીટિંગ દરમિયાન વલસાડ તાલુકાના ઉંટડી ગામમાં 100 ટકા રસીકરણ કરાયેલા નિર્ણયને ધ્યાને લઇ આ ગામમાં પાત્રતા ધરાવતા તમામ 1669 વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું છે. આમ આ ગામમાં કોવિડ-19 ૨સીક૨ણ ક્ષેત્રે 100 ટકા સિદ્ધી પ્રાપ્ત કરવામાં આવી છે. કો૨ોના મુક્ત ગામ બનાવવામાં અમુલ્ય ફાળો આપેલો છે. ઉંટડી ગામ અન્ય ગામો માટે એક ઉત્તમ પ્રેરણા સ્ત્રોત બની રહેશે.
I A S (ટ્રેઇની)ના સીધા માર્ગ દર્શનમાં રસીકરણ કામગીરી કરાઈ