ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના મગોદના દરિયામાં મૃત માછલીઓ તણાઈ આવી, કંપનીઓ દ્વારા કેમિકલ છોડાતું હોવાનો માછીમારોનો આક્ષેપ - Gujarati news

વલસાડઃ  જિલ્લાના મગોદ ગામે દરિયામાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ આવી હતી.  જેને લઈને સ્થાનિક માછીમારોમાં રોષ જોવા મળ્યો હતો. માછીમારો આ અંગે જણાવી રહ્યાં છે કે, કોઈ કંપનીઓ દ્વારા દરિયાના પાણીમાં કેમિકલ છોડી દેવામાં આવ્યું હોય છે. જેના કારણે  સેંકડો માછલીના મોત થયા છે.

વલસાડના મગોદ ગામનો દરિયો દૂષિત થતાં માછીમારો બન્યા બેરોજગાર, સ્થાનિક કંપની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની કરી માંગ

By

Published : Jun 27, 2019, 3:16 AM IST

મગોદ ગામમાં આવેલા દરિયા કિનારે મોટી સંખ્યામાં મરેલી માછલીઓ તણાઇ આવી હતી. જેને લઇને માછીમારી જણાવી રહ્યાં છે કે, દરિયા કિનારે તપાસ કરતાં કિનારા પર કેમિકલયુક્ત ઓઇલના ગઠ્ઠાં જોવા મળ્યા હતાં. જેના કારણે આ માછલીઓ મરી રહી છે. તો સ્થાનિકોનું કહેવું છે કે,"સ્થાનિક કંપનીઓ દ્વારા કેમિકલ દરિયામાં છોડવામાં આવે છે. જેના કારણે માછલીઓ મરી રહી છે અને તેમના રોજગાર પર એની સીધી અસર પડી રહી છે.

વલસાડના મગોદના દરિયામાં મૃત માછલીઓ તણાઈ આવી, કંપનીઓ દ્વારા કેમિકલ છોડાતું હોવાનો માછીમારોનો આક્ષેપ

આમ પણ માછીમારો માંડ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે સ્થાનિક કંપનીઓ દ્વારા કેમિકલ દરિયામાં છોડતા માછલી મરવાથી તેમને બેરોજગારીનો ભોગ બનવું પડે છે. તેથી રોષે ભરાયેલાં માછીમારોએ દરિયાને દૂષિત કરતી કંપની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details