ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ રૂરલ પોલીસે રૂ. 28,000 રુપિયાનો દારૂ ભરેલી કાર સાથે બે આરોપીઓની ધરપકડ કરી - વિશ્વકર્મા મંદિર વલસાડ

વલસાડ પોલીસે નેશનલ હાઇવે નં. 48 પર વિશ્વકર્મા મંદિર નજીક પેટ્રોલિંગ દરમ્યાન વાહન ચેકિંગમાં એક હોન્ડા અમેઝ કારમાંથી રૂ. 28 હજારના દારૂના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરી છે. કારમાં દારૂનો જથ્થો સેલવાસથી સુરત લઈ જવાઇ રહ્યો હતો.

વલસાડ રૂરલ પોલીસે રૂ. 28,000 રુપિયાનો દારૂ ભરેલી કાર સાથે બે આરોપીઓની ધરપકડ કરી
વલસાડ રૂરલ પોલીસે રૂ. 28,000 રુપિયાનો દારૂ ભરેલી કાર સાથે બે આરોપીઓની ધરપકડ કરી

By

Published : Dec 6, 2020, 7:46 PM IST

  • વલસાડ વિશ્વકર્મા મંદિર નજીક વાહન ચેકિંગમાં દારૂ ઝડપાયો
  • હોન્ડા અમેઝ કારમાં દારૂનો જથ્થો સેલવાસથી સુરત લઈ જવાઇ રહ્યો હતો
  • રૂ. 28 હજારની કિંમતના દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ
    વલસાડ રૂરલ પોલીસે રૂ. 28,000 રુપિયાનો દારૂ ભરેલી કાર સાથે બે આરોપીઓની ધરપકડ કરી

વલસાડ: વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના જવાનો વિશ્વકર્મા મંદિર પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન ત્યાંથી સુરત તરફ પસાર થઈ રહેલી હોન્ડા અમેઝ ગાડીને અટકાવતા પોલીસે કારમાં તપાસ હાથ ધરી હતી જેમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.

સેલવાસના અલગ-અલગ બારમાંથી દારૂ ખરીદ્યો હતો

વલસાડ રૂરલ પોલીસે રૂ. 28,000 રુપિયાનો દારૂ ભરેલી કાર સાથે બે આરોપીઓની ધરપકડ કરી
આરોપીની પોલીસે વધુ પૂછપરછ કરતા જણાવ્યું હતું કે સેલવાસના અલગ અલગ બારમાંથી દારૂ ખરીદ્યો હતો અને તે સેલવાસથી સુરત લઈ જવાઇ રહ્યો હતો. વલસાડ ગ્રામ્ય પોલીસે વિજય બાબુ પટેલ તેમજ તરુણ ગિરીશ પટેલની ધરપકડ કરી રૂપિયા28 હજાર ના દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરી દારૂ કાર અને મોબાઈલ મળી કુલ રૂ.5,38,500નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ રૂરલ પોલીસે રૂ. 28,000 રુપિયાનો દારૂ ભરેલી કાર સાથે બે આરોપીઓની ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details