ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડી કન્યા શાળા અને વિજ્ઞાન કોલેજમાં પુલવામા શહિદ થયેલા સૈનિકોને અપાઈ શ્રધ્ધાંજલી - પુલવામા

સમગ્ર વિશ્વ જ્યારે વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરી રહ્યુ છે, ત્યારે ભારતની રક્ષા કાજે કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા ૪૦ જેટલા જવાનોને આજે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. જ્યારે ૪૦ જેટલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો એક વિશેષ કાર્યક્રમ આજે વલસાડના પારડી ખાતે આવેલી કન્યા શાળા અને સરકારી સાયન્સ કોલેજમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

પુલવામામાં શહિદ થયેલા સૈનિકોને અપાઈ શ્રધ્ધાંજલી
પુલવામામાં શહિદ થયેલા સૈનિકોને અપાઈ શ્રધ્ધાંજલી

By

Published : Feb 14, 2020, 3:43 PM IST

વલસાડ : પારડી ખાતે આવેલી કન્યાશાળામાં હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓ દ્વારા કાશ્મીરના પુલવામાં શહીદ થયેલા ૪૦ જેટલા ભારતના સૈનિકોને એક વર્ષ પૂર્ણ થયા બાદ આજે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

પુલવામામાં શહિદ થયેલા સૈનિકોને અપાઈ શ્રધ્ધાંજલી

કન્યાશાળામાં દેશની રક્ષા કાજે શહીદ થયેલા જવાનોની બલિદાનને યાદ કરાવી ભારતના તમામ નાગરિકો તેમના બલિદાનથી જ સુરક્ષિત હોવાનું હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું. આજે કાર્યક્રમ દરમિયાન સૈનિકોનાં માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. તેમજ તેમના તસવીર આગળ મીણબત્તીઓ સળગાવી આ ચાલીસ જવાનોની આત્માને શાંતિ મળે અને સદગતિ મળે એવા હેતુથી શ્રદ્ધાંજલિાં પાઠવવામાં આવી હતી.

બીજી તરફ પારડીની સરકારી કોલેજમાં પણ હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓ કોલેજના સ્ટાફ આચાર્ય ડોક્ટર પરીમલ પટેલ તેમજ કન્યા શાળા પારડીના આચાર્ય નવનીતભાઈ ટંડેલની ઉપસ્થિતિમાં પુલવામાં શહીદ થયેલા 40 જવાનોના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન બે મિનીટનું મૌન પાડી દરેકે તેમની તસવીર આગળ મીણબત્તીઓ પ્રજ્વલિત કરી હતી અને તેમની આત્માને સદગતિ મળે એવી કામના કરી હતી.

આ પ્રસંગે કન્યા શાળાના આચાર્ય નવનીતભાઈ ટંડેલે જણાવ્યું કે દેશના યુવાનો જ્યાં એક તરફ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ દેશ માટે શહીદ થયેલા આ સૈનિકોને પણ યાદ કરવા જોઈએ. ભારતની સંસ્કૃતિ નથી કે તે વેલેન્ટાઈન દિવસ ઉજવે ભારતની સંસ્કૃતિ કાયમ અન્ય દેશોને આકર્ષિત કર્યા છે અને તેને જાળવી રાખવી એ આપણા યુવા વર્ગની ફરજ છે. જેથી આજનો આ દિવસ બ્લેક ડે તરીકે ઉજવવા જોઈએ. તેથી જ કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ આજે કાળા રંગના કપડાં પહેરીને આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

નોંધનીય છે કે એક વર્ષ અગાઉ કાશ્મીરના પુલવામાં બસમાં સવાર થઇને જઇ રહેલા ૪૦ જેટલા સૈનિકો ઉપર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બસમાં સવાર ૪૦ જેટલા દેશના જવાનો હુમલામાં શહીદ થયા હતા અને એ પણ ૧૪મી ફેબ્રુઆરીનો રોજ કાળો દિવસ હતો




ABOUT THE AUTHOR

...view details