ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં પ્રકૃતિ પ્રેમી પ્રમુખ ગ્રૂપ દ્વારા વડના 40 ઝાડનું વૃક્ષારોપણ કર્યું - પ્રમુખ ગ્રુપ

વાપીમાં કન્સ્ટ્રકશન ક્ષેત્રે આગવી નામના ધરાવતા પ્રમુખ ગ્રૂપ દ્વારા વાપી નગરપાલિકાના સહયોગથી ચલા વિસ્તારમાં વડના 40 ઝાડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રમુખ ગ્રૂપ પ્રકૃતિ પ્રેમી હોવાથી વૃક્ષારોપણની આ નેમને ગ્રુપના સભ્યો સતત આગળ વધારી રહ્યા છે.

Tree Plantation in Vapi news
Tree Plantation in Vapi news

By

Published : Aug 9, 2020, 3:39 PM IST

વાપી: શહેરમાં કન્સ્ટ્રકશન ક્ષેત્રે પ્રમુખ ગ્રુપ ખૂબ જાણીતું ગ્રૂપ છે. ગ્રુપના ડાયરેકટ વિરમ ભાટું, દેવશી ભાટું, અજિત ખોડભાયા તેમની દરેક કન્સ્ટ્રકશન સાઇટ આસપાસ વર્ષોથી વૃક્ષારોપણ કરતા આવ્યા છે. તેમની આ પરંપરાને તેમના અન્ય સભ્યોએ પણ જાળવી રાખી છે. જે અનુસંધાને શનિવારે વાપી નગરપાલિકાના સહયોગથી ગ્રુપના સભ્યોએ 40 વડનું વૃક્ષારોપણ કર્યું હતું.

વાપીમાં પ્રકૃતિ પ્રેમી પ્રમુખ ગ્રૂપ દ્વારા 40 વડના ઝાડનું વૃક્ષારોપણ કર્યું
આ પ્રસંગે પ્રમુખ ગ્રુપના ડાયરેક્ટર પિયુષ ભાટુ અને CEO રામ કંડોરિયાએ જણાવ્યું હતું કે, મનુષ્ય અને પક્ષીઓને વૃક્ષો થકી અને એક ફાયદા થતા આવ્યા છે. અનેક ફાયદા થયા છે. જેને ધ્યાનમાં રાખીને દરેક નાગરિકે વૃક્ષારોપણ કરવું જોઈએ. આ સંદેશ જન-જન સુધી પહોંચાડવા માટે વૃક્ષારોપણનું આયોજન કરી 40 વૃક્ષો વાવ્યા છે. વૃક્ષનું રોપવું હિતકારી અને પૂણ્યકારી છે. છોડમાં રણછોડનો વાસ છે એવી ભાવના ગ્રૂપના વિરમ ભાટુ, દેવશી ભાટુ અને અજીત ખોડભાયામાં હતી. જેમની વૃક્ષો પ્રત્યેની આ વિરાસત જળવાઈ રહે, તેમનો પ્રકૃતિપ્રેમ કાયમ રહે તે ઉદેશ્યથી આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ જે-જે વિસ્તારમાં વૃક્ષારોપણની જરૂર માલુમ પડશે, તે વિસ્તારમાં વૃક્ષારોપણ કરી હરિયાળી ફેલાવવા નિમિત બનતા રહીશું તેવું પણ પ્રમુખ ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details