ગુજરાત

gujarat

વલસાડ બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા પારડી પાલિકાએ સેમિનાર યોજ્યો

વલસાડ : ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી બોર્ડની એક્ઝામ માટે શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ આ ત્રણેયમાં પરીક્ષા નજીક આવવાની સાથે જ એક પ્રકારનો હાઉ ઊભો થાય છે. જેને લઇને ક્યારેક વિદ્યાર્થીઓ માનસિક તાણ પણ અનુભવતા હોય છે. ત્યારે પારડી નગરપાલિકા દ્વારા આસપાસની સ્કૂલોના ધોરણ 12માં અભ્યાસ કરનારા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 700 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ બોર્ડની પરીક્ષા કેવી રીતે આપવી તે અંગે એક તજજ્ઞ શિક્ષક પાસેથી આ સેમિનારમાં માહિતી મેળવી હતી.

By

Published : Jan 10, 2020, 8:41 PM IST

Published : Jan 10, 2020, 8:41 PM IST

seminar
વલસાડ

વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકા દ્વારા દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ દિશામાં વધુ એક પ્રયાસ કરતા શૈક્ષણિક ક્ષેત્રે એક નવો અભિગમ અપનાવી ધોરણ 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પારડી નગરમાં આવેલા મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય થીમ એન્જોય યોર એક્ઝામ રાખવામાં આવી હતી.

વલસાડ બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા પારડી પાલિકાએ સેમિનાર યોજ્યો

આ સેમિનારના મુખ્ય સ્પીકર દીપેશ શાહે જણાવ્યું કે, બોર્ડની પરીક્ષાના હવે માત્ર 60 દિવસ બાકી હોય ત્યારે વિદ્યાર્થીઓએ તેનાથી ડરવાના સ્થાને એકઝામને એન્જોય કરતા કરતા આપવી જોઈએ. આ માટે તેમણે પૂર્વ તૈયારી સ્વરૂપે કેટલાક નિયમો પાડવા જરૂરી છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓએ વાંચન પધ્ધતિ બદલવી જોઈએ. સાથે સાથે વાલીઓએ પણ ધ્યાન રાખવું જોઈએ કે, ઘરમાં બાળકો વાંચન જાતે જ કરી શકે એ પ્રકારનો માહોલ ઊભો થવો જોઈએ.

પરીક્ષા પૂર્વે દરેક કુટુંબમાં એવા પ્રસંગો બનતા હોય છે કે, જ્યાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા ખેંચી જવામાં આવતા હોય છે. પરંતુ બોર્ડની પરીક્ષા એ બાળકોના પાયાનું ભવિષ્યનું ઘડતર હોય છે. જેથી કરીને આવા સમયે તેમના સમયનો બગાડ કરવો ન જોઈએ.

આ સેમિનારમાં પારડીની આસપાસમાં આવેલી મોટાભાગની શાળાના 700 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પેપર લખવા અંગેની સ્ટાઈલ, પ્રશ્નોના જવાબો કઈ રીતે લખવા, તેમજ કયા પ્રશ્નોને પરીક્ષામાં વધુ અગ્રીમતા આપવી જેવા મહત્વના મુદ્દાઓને આવરી લઈ સીધી અને સાચી સમજણ આ સેમિનારમાં આપવામાં આવી હતી. સેમિનાર બાદ વિદ્યાર્થીઓએ પણ મહત્વની જાણકારી મળી હોવાનું જણાવ્યું હતું.


આ સમગ્ર સેમિનાર દરમિયાન પારડી નગરપાલિકાના પ્રમુખ ફાલ્ગુનીબેન સહિત અનેક સ્કૂલના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details