- વાપીમાં વૃદ્ધાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો
- જમાઈ જ નીકળ્યો હત્યારો
- પોલીસે મુંબઈથી હત્યારની કરી ધરપકડ
વાપી :- વાપીના ગીતાનગર વિસ્તારમાં રહેતી 65 વર્ષીય મુસ્લિમ મહિલાની હત્યાનો ભેદ ઉકેલી વલસાડ પોલીસે હત્યારાને દબોચી લીધો છે. તેમના જ પુત્રની દીકરીનો પતિ એટલે કે જમાઈ છે. પોલીસે તહેવારો દરમિયાન સાસરીપક્ષના મહેમાનોને પીરસવામાં આવતી સ્વીટ ડિશની સામાન્ય પરંપરાના આધારે આ કેસ ઉકેલી મહત્વની સફળતા મેળવી છે.
મીઠાઈ પીરસવાની પરંપરાએ ઉકેલી નાખ્યો હત્યાનો ભેદ આ પણ વાંચો-દાદરામાં થયેલ ટ્રાન્સપોર્ટરની હત્યાનો ભેદ સેલવાસ પોલીસે ઉકેલી નાંખ્યો, હત્યારો પોલીસ સકંજામાં
વલસાડ જિલ્લા પોલીસે હત્યા અને લૂંટનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો
શુક્રવારે 23મી જુલાઈએ વાપીમાં આવેલા ફ્લેટના કિચનમાં 65 વર્ષીય વૃદ્ધાની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ હતી. આ ઘટના બાદ 3 જ દિવસમાં વલસાડ જિલ્લા પોલીસે હત્યા અને લૂંટનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી કે, આ હત્યા મૃતક વૃદ્ધાની પુત્રીના પતિ અને જમાઈએ કરી હતી. પોલીસે હત્યારાને ઝડપી પાડવા ઉપરાંત લૂંટના રૂપિયા અને સોનાના દાગીના વેંચી મેળવેલા રૂપિયા પણ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મીઠાઈ પીરસવાની સામાન્ય પરંપરા પરથી ઉકેલાયો હત્યાનો ભેદ
હત્યાના ભેદ અંગે જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, જ્યારે મહિલાની હત્યા થઈ ત્યારે તેનો મૃતદેહ કિચનમાં પડ્યો હતો. જેનું બારીકાઈથી નિરીક્ષણ કરતા જાણવા મળ્યું હતું કે, હત્યાના દિવસે એક ગ્લાસમાં સ્વીટ પડ્યું હતું. સામાન્ય રીતે એવી પરંપરા છે કે, ઇદ જેવા તહેવારમાં જો કોઈ બહારના વ્યક્તિ ઘરે આવે તો તેને વાટકામાં સેવૈયા જેવી મીઠાઈ પીરસવાનો રિવાજ છે, પરંતુ જો દીકરીના સાસરી પક્ષથી કોઈ આવે તો તેને ગ્લાસમાં પીરસવામાં આવે છે. એટલે આ થિયરી આધારે પોલીસે તપાસ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
મીઠાઈ પીરસવાની પરંપરાએ ઉકેલી નાખ્યો હત્યાનો ભેદ ઇદની શુભેચ્છાના બહાને આવી હત્યા અને લૂંટને અંજામ આપ્યો
હત્યાના દિવસે બનેલી ઘટના અંગેની વિગતો એવી છે કે, મૃતક વાપીમાં તેમના પુત્ર સાથે રહેતી હતી. ઇદનો તહેવાર હોવાથી પુત્ર પોતાના પરિવાર સાથે મુંબઈ ગયો હતો. જે અંગેની જાણ મુંબઈમાં રહેતા પુત્રીના પતિને હતી. એટલે તે મુંબઈથી ટ્રેનમાં વાપી આવ્યો હતો. સસરાના ઘરે આવ્યો, ત્યારે વૃદ્ધા તેને ઇદની મીઠાઈ ખવડાવવા કિચનમાં ગયા હતા, ત્યારે પાછળથી આવીને જમાઇએ તેનું ગળું દબાવી હત્યા કરી અને જીવિત રહેવાનો કોઈ ચાન્સ ના રહે તે માટે ધારદાર હથિયાર વડે પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી ઘરમાં કબાટ સહિતની જગ્યામાં રહેલા રોકડા 2 લાખ રૂપિયા, સોનાના દાગીના મળી કુલ 4.33 લાખની લૂંટ કરી ફરી ટ્રેઇન મારફતે મુંબઈ જતો રહ્યો હતો.
મીઠાઈ પીરસવાની પરંપરાએ ઉકેલી નાખ્યો હત્યાનો ભેદ આ પણ વાંચો- દેવભૂમિ દ્વારકાઃ ખંભાળિયામાં મહિલાની હત્યા, ફરિયાદી પતિ નીકળ્યો હત્યારો
હત્યા બાદ હત્યારો અંતિમવિધિમાં પણ ઉપસ્થિત રહ્યો
આરોપી તે બાદ સાસુની અંતિમ વિધિથી લઈને તમામ ક્રિયામાં સાથે રહી પોલીસની ગતિવિધિ પર પણ ધ્યાન રાખતો હતો. જો કે, પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સના આધારે આરોપીને દબોચી લીધો હતો. આરોપીએ લૂંટમાં મેળવેલા સોનાના દાગીના મુંબઈના મેજીક જવેલર્સમાં વેંચી તેમાંથી મેળવેલા પૈસા પણ તેના ઘરમાંથી કબ્જે કર્યા છે. હાલ આરોપીની ધરપકડ બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હત્યારા જમાઈને કડકમાં કડક સજા થાય તે માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.