ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓઇલ ડ્રમ ભરેલા ટેમ્પો પલટી ગયો, હાઇવે પર ડ્રમ ફંગોળાયા - ટેમ્પો એક્સિડન્ટ

કોરોના મહામારીમાં વાહનચાલકોને રાહત અપાયાં બાદ હાઇવે પર અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે. મંગળવારે વાપી નજીક મોરાઈ ફાટક પાસે દમણમાંથી ઓઇલ ડ્રમ ભરી નીકળેલ આઈશર ટેમ્પો પલટી ગયો હતો. નેશનલ હાઇવે 48 પર રોંગ સાઈડમાં ટેમ્પો પલટી મારી જતાં હાઇવે પર ઓઇલ ભરેલા ડ્રમ ફંગોળાયા હતાં.

ઓઇલ ડ્રમ ભરેલા ટેમ્પો પલટી ગયો
ઓઇલ ડ્રમ ભરેલા ટેમ્પો પલટી ગયો

By

Published : Aug 25, 2020, 2:49 PM IST

વાપી : વાપી નજીક મોરાઈ ફાટક પાસે નેશનલ હાઇવે પર ઓઇલના ડ્રમ ભરેલ આઈશર ટેમ્પો પલટી ગયો હતો. આઈશર ટેમ્પોમાં ડ્રાઈવર સહિત ત્રણ લોકો સવાર હતાં. જેમાં એક વ્યક્તિને નાની મોટી ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત અંગે વધુ મળતી વિગતો મુજબ દમણમાંથી ઓઇલના ડ્રમ ભરી આઈશર ટેમ્પો વાપી તરફ આવી રહ્યો હતો. ત્યારે રોગ સાઈડમાં ટેમ્પોને ટર્ન મારવા જતા ટેમ્પો પલટી મારી ગયો હતો.

ઓઇલ ડ્રમ ભરેલા ટેમ્પો પલટી ગયો હાઇવે પર ડ્રમ ફંગોળાયા
ટેમ્પોમાં ઓવરલોડેડ ઓઈલના ડ્રમ ભરેલા હોઇ ટેમ્પોચાલકનું બેલેન્સ ખોરવાતાં આઈશર ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પો પલટી મારી જતાં ઓઇલ ભરેલા ડ્રમ હાઇવે પર ફંગોળાયા હતાં. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટો અકસ્માત બનતાં અટક્યો હતો. તેમ છતાં ટેમ્પો પલટી મારી જતાં હાઇવે પરનો વાહનવ્યવહાર ખોરવાયો હતો.
ઓઇલ ડ્રમ ભરેલા ટેમ્પો પલટી ગયો

ABOUT THE AUTHOR

...view details