અમદાવાદઃ 21 જૂન રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી ગ્રહણ પ્રારંભ થશે. ભારતમાં કંકણાકૃતિ દેખાનારા સૂર્યગ્રહણ બપોરે દોઢ વાગ્યા સુધી ચાલનાર છે. આ સમય દરમિ્યાન વલસાડ શહેરના દેવાલયો બંધ રહેશે. હિન્દુ ધર્મની પરંપરાઓ અનુસાર ગ્રહણના સમય દરમિયાન ગ્રહણનો વેધ શરૂ થતાની સાથે જ તમામ દેવાલયો બંધ કરી દેવામાં આવે છે અને ગ્રહણનો મોક્ષ થયા બાદ તમામ દેવાલયો ખુલ્લા મૂકવામાં આવે છે. જોકે તેને ખુલ્લાં મૂકવા પહેલાં આ તમામ દેવાલયોને પાણીથી સ્વચ્છ કરવામાં આવે છે જે બાદ જ મંદિરો ખોલવામાં આવે છે.
વલસાડ જિલ્લાના દેવાલયો સૂર્યગ્રહણના સમયે રહેશે બંધ - Vansad Mandir
આવતીકાલે સમગ્ર ભારતમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ દેખાનાર છે. જેને લઇને વૈદિક પરંપરા અનુસાર ગ્રહણના સમય દરમિયાન તમામ મંદિરો બંધ રહેશે વલસાડ શહેરમાં પણ ગ્રહણના સમય દરમિયાન મોટાભાગના દેવાલયો બંધ રાખવામાં આવશે. જેમાં અંબે માતા મંદિર, તડકેશ્વર મહાદેવ મંદિર, વલસાડ શહેરના ગણેશ મંદિરનો સમાવેશ થાય છે.
વલસાડ જિલ્લાના દેવાલયો ગ્રહણના સમયે રહેશે બંધ
વલસાડ શહેરમાં પણ દેવાલયો જેવા કે અંબે માતા મંદિર, તડકેશ્વર મહાદેવ મંદિર તેમ જ વલસાડ શહેરના મહેતવાડમાં આવેલ ગણેશ મંદિર પણ ગ્રહણના સમય એટલે કે સવારથી જ બંધ રહેશે જે ગ્રહણ પૂર્ણ થયા બાદ સાંજે 5 થી 7 દરમ્યાન ખુલ્લું મૂકવામાં આવશે મહત્વનું છે કે ખગોળીય દ્રષ્ટિએ આ એક સામાન્ય સૂર્યગ્રહણ છે પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ આ સૂર્યગ્રહણ દેશ અને દુનિયા માટે ખૂબ જ મહત્વનું હોવાનું અનેક જ્યોતિષશાસ્ત્રીઓ પણ જણાવી રહ્યાં છે.