ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ 108ની ટીમે પ્રામાણિકતા, 2 લાખનું સોનું મૃતકના પરિવારને પરત કર્યુ - Dharpamar Road

વલસાડઃ જિલ્લા RPF ખાતે બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક દંપતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ત્યારે અકસ્માત બનતા સ્થળ ઉપર 108 પ્રથમ પોંહચી હતી અને તેમના દ્વારા તપાસ કરતા મૃતકના શરીર પર અંદાજીત રૂપિયા 2 લાખની કિંમતના ઘરેણાં હતા જે 108 ની ટીમે મૃતકના પરિજનોને પરત કરી પ્રમાણિકતા દાખવી હતી.

વલસાડ 108ની ટીમે પ્રામાણિકતા, 2 લાખનું સોનું મૃતકના પરિવારને પરત કર્યુ
વલસાડ 108ની ટીમે પ્રામાણિકતા, 2 લાખનું સોનું મૃતકના પરિવારને પરત કર્યુ

By

Published : Jan 5, 2021, 2:47 PM IST

  • 108 ઇ એમ ટી માનસી પટેલે મૃતકના ઘરેણાં પરત પરિજનોને આપ્યા
  • વલસાડમાં બનેલી અકસ્માતની ઘટનામાં મૃતકે પહેરેલ ઘરેણાં પરત કર્યા
  • 108 ની ટીમે બતાવી પ્રામાણિકતા
  • વહેલી સવારે થયેલા અકસ્માત માં મૃતકે શરીરે પહેરેલ સોનાના ઘરેણાં પરત કર્યા

વલસાડઃજિલ્લા RPF ખાતે બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક દંપતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ત્યારે અકસ્માત બનતા સ્થળ ઉપર 108 પ્રથમ પોંહચી હતી અને તેમના દ્વારા તપાસ કરતા મૃતકના શરીર પર અંદાજીત રૂપિયા 2 લાખની કિંમતના ઘરેણાં હતા. જે 108 ની ટીમે મૃતકના પરિજનોને પરત કરી પ્રમાણિકતા દાખવી હતી.

વલસાડ 108ની ટીમે પ્રામાણિકતા, 2 લાખનું સોનું મૃતકના પરિવારને પરત કર્યુ

108 ની ટીમે દાખવી પ્રમાણિક્તા

વલસાડમાં ધરપામુર રોડ પર કપરાડા તરફ જતી એસ ટી બસે અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક દંપતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ત્યારે અકસ્માત બનતા સ્થળ ઉપર 108 પ્રથમ પોંહચી હતી અને તેમના દ્વારા તપાસ કરતા ટંડેલ દંપતીનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ મોત થયું હતું. જેમાં મૃતકના શરીર પર પહેરેલા સોનાની વિટી, મંગળસૂત્ર અને ચેઇન મળી અંદાજીત રૂપિયા 2 લાખની કિંમતના ઘરેણાં 108 ની ટીમે મૃતકના પરિજનોને પરત કરી પ્રમાણિકતા દાખવી હતી. આમ વલસાડમાં દરેક માટે અકસ્માત જેવા સમયમાં સંજીવની સમાન બનતી સેવા 108 એ લોકોના જીવન બચાવવાની સાથે સાથે 108 માં કામ કરતા કર્મચારીઓએ પ્રામાણિકતાના દર્શન પણ કરાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details