આ સફળ કાર્ડિયાક સર્જરીનો લાભ આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીને આપવામાં આવ્યો છે. આયુષ્માન યોજનાના લાભાર્થી વિનોદભાઇ શર્મા સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, "અમારા જેવા સામાન્ય માણસને મુંબઇ, દિલ્હી કે સુરત જેવા મોટા શહેરમાં મળતી સારવાર સરકારની આયુષ્માન યોજના થકી વાપી જેવા નાનકડા શહેરમાં ઘરઆંગણે સારવાર મળી છે."
રાજ્યમાં પ્રથમવાર સજાગ કાર્ડિયાક સર્જરીમાં વાપીની હરીયા એલ.જી.હૉસ્પિટલને મળી સફળતા - vapi
વલસાડ: જિલ્લામાં આવેલા વાપી સ્થિત હરીયા એલ.જી.રોટરી હૉસ્પિટલ ખાતે ગુજરાતની પ્રથમ સજાગ કાર્ડિયાક સર્જરી કરવામાં આવી છે. આ નવનીત પ્રયોગ સફળ થતાં લાખો દર્દીઓને તેનો લાભ મળશે. દર્દીઓને સારવાર માટે અન્ય જગ્યાએ ભટકવું નહીં પડે. આમ, મેડીકલ ક્ષેત્રે થતાં વિવિધ સંશોધનના કારણે આરોગ્યની સુવિધામાં સુધારો થવાથી તમામ વર્ગના લોકોને તેનો લાભ મળશે.
આ અંગે ડૉ. કલ્પેશ એસ.મલિક જણાવે છે કે, "આ પ્રકારની સજાગ બાયપાસ સર્જરી ગુજરાતમાં પ્રથમ અને દેશમાં બીજી વખત અને દુનિયામાં ચોથી કે પાંચમીવાર જ થઇ છે. આ ટેકનિકની મદદથી દર્દીને કોઇ વેન્ટીલેટર કે જનરલ એનેસ્થેસિયા આપવાની જરૂર રહેતી નથી. દર્દીને ફેફસાંને આડઅસર કે તકલીફ થવાની શકયતા ખૂબ ઓછી થઇ જાય છે. આ સર્જરી જનરલ હાર્ટ સર્જરી કરતાં સસ્તી છે."
આમ, હરીયા એલ.જી.રોટરી હૉસ્પિટલમાં તમામ પ્રકારની જટિલ કાર્ડિયાક સર્જરી સો ટકા સકસેસ સાથે નજીવા દરે કરવામાં આવે છે. અહીં મુંબઇ કે અન્ય શહેર જેવી જ શ્રેષ્ઠ સારવાર પુરી પાડવામાં આવે છે. આ હૉસ્પિટલમાં રાજ્ય સરકારની મા કાર્ડ, આયુષ્માન ભારત જેવી યોજના લાભન લાભાર્થીઓ આપવામાં આવે છે.