ગુજરાત

gujarat

ETV Bharat / state

અહીં તો કોરોના સંક્રમણને લીઘે રસ્તો બંધ કરવા લગાવેલા પતરા જ ચોરાઈ ગયા - Valsad lockdown

લોકડાઉન દરિયાન ગામડાઓમાં રસ્તા બંધ કરવા માટે પતરા મુકવામાં આવી રહ્યાં છે. ત્યારે વલસાડના ઉમરગામમાં આડશ માટે મુકેલા પતરા કોઈક ચોરી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

Etv Bharat
umargam

By

Published : May 21, 2020, 7:08 PM IST

ઉમરગામઃ કોરોનાના સંક્રમણને રોકવા માટે વલસાડ જિલ્લાના સંજાણ ગ્રામ પંચાયત વિસ્તારના માર્ગો બંધ કરાયા છે. મહારાષ્ટ્રથી આવતા લોકોને રોકવા તાલુકા મામલતદારના લેખિત સૂચન બાદ બુધવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ બીજા દિવસે અહીંના પતરા જ ચોરાઈ જતા લોકોમાં અચરજ ફેલાઈ છે.

રસ્તો બંધ કરવા લગાવેલા પતરાની ચોરી

ઉમરગામ તાલુકો મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડરને અડીને આવેલો હોવાથી મહારાષ્ટ્રમાંથી લોકો ઉમરગામમાં ન પ્રવેશે તે માટે જમીનની હદ સાથે જોડાયેલા ગામોને તાલુકા મામલતદાર દ્વારા લેખિત જાણ કરી મહારાષ્ટ્ર તરફ જતા તમામ મુખ્ય માર્ગો બંધ કરવા જણાવ્યું છે. સંજાણ ગ્રામ પંચાયત દ્વારા સંજાણ ઉધવા રોડ ઉપર મુખ્ય માર્ગ પર મહારાષ્ટ્ર તરફથી આવતા લોકોને રોકવા પતરા લગાવી દેવામાં આવ્યા છે.

રસ્તો બંધ કરવા લગાવાયાં પતરા
સોળસુંબા વિસ્તારમાં પણ મહારાષ્ટ્ર તરફ જતાં મુખ્ય માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. તેથી જ ઉમરગામ તાલુકામાં સાવચેતીના ભાગરૂપે મહારાષ્ટ્રથી આવતા લોકોને રોકવાનો નિર્ણય લઇ તમામ મુખ્ય માર્ગો અવર-જવર માટે બંધ કરી દેવાયા છે.
રસ્તો બંધ કરવા લગાવાયાં પતરા
જોકે આશ્ચર્યની વાત એ છે કે બુધવારે હાથ ધરાયેલી આ કામગીરી બાદ ગુરુવારે અહીંનો માર્ગ ખુલ્લો હતો. આડશ માટે લગાવેલા તમામ પતરા ચોરાઈ ગયા હતાં. ગામલોકોમાં આ બાબતને લઈને અચરજ ફેલાઈ છે. કોઈક ટિકળખોરે આ કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details