ગુજરાત

gujarat

By

Published : Feb 18, 2020, 6:22 AM IST

ETV Bharat / state

વલસાડમાં લગ્નની લાલચ આપીને સગીરાને ગર્ભવતી બનાવી

વલસાડ તાલુકામાં આવેલ એક ગામમાં સગીરાને લગ્નની લાલચ આપીને પરણિત યુવકે સગીરાને ગર્ભવતી બનાવી. જેમાં સગીરા વારંવાર યુવકને લગ્ન કરવા જણાવતી પરંતુ યુવક સગીરાને પુખ્તવયની થયા બાદ લગ્ન કરવા જણાવતો હતો. તેમજ સગીરાને યુવક પરણિત હોવાનું જણાવ્યું ન હતું. તેમજ અધૂરા મહિને યુવતીની ડીલેવરી થઇ ગઈ હતી. સગીરાની ડીલેવરી થયા બાદ બાળકની યુવકનું ન હોવાનું જણાવી સગીરાને તરછોડતા મામલો રૂરલ પોલીસ મથકે પહોંચ્યો હતો

valsad
વલસાડ

વલસાડ : એક ગામમાં રહેતા પરિવારની ધો .10માં નાપાસ થયેલી સગીરા પ્રિયા ( નામ બદલ્યું છે ) રહેતી હતી. પ્રિયાના પિતા માનસિક દિવ્યાંગ છે . પ્રિયા ડેરીમાં દૂધ ભરવા જતી હતી. જે દરમિયાન ગામમાં રહેતો એક પરણિત યુવક સેન્ટીંગ ( કડિયા કામ કરતો ) પ્રકાશ નારણ પટેલે પ્રિયાને પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રિયા ડેરીમાં દૂધ ભરવા જતી ત્યારે બાઈક ઉપર બેસાડી ડેરી સુધી લઇ જતો અને મૂકી જતો.

વલસાડમાં લગ્નની લાલચ આપીને સગીરાને ગર્ભવતી બનાવી

જે દરમિયાન પ્રિયાને લગ્ન કરવાની લાલચ આપીને પ્રિયાને પ્રેમ જાળમાં ફસાવી હતી. પ્રકાશે સગીરા સાથે સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. પ્રિયા પ્રકાશને વારંવાર લગ્ન કરવાનું જણાવતી હતી. પરંતુ પ્રકાશ પ્રિયાને પુખ્તવયની થયા બાદ લગ્ન કરવા જણાવતો હતો. પ્રિયાને ૬ માસનો ગર્ભ રહી જતા પરિવારને આ બાબતની જાણ થઈ હતી. બાદમાં પ્રિયાના પરિવારે પ્રકાશનો સંપર્ક કર્યો હતો. પ્રકાશ પ્રિયાને લગ્ન કરવાનું આશ્વાશન આપતો હતો. ડિસેમ્બર માસમાં પ્રિયાને અધૂરા મહિને લેબર પેન થતાં 7 માસે ડીલેવરી થઇ ગઈ હતી. જેમાં પ્રકાશે પ્રિયાનું બાળક પોતાનું હોવાનો ઇન્કાર કર્યો હતો.

ત્યારે શનિવારે પ્રિયાના પરિવારે રૂરલ પોલીસનો સંપર્ક કરતા રૂરલ પોલીસ તાત્કાલિક ગુનો દાખલ કર્યો હતો. વલસાડ CPI આર.ડી.મકવાણા અને રૂરલ PSI જીવી ગોહિલે આરોપી પ્રકાશને ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસે આરોપી પ્રકાશની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે.

પ્રકાશની પત્ની ગર્ભવતી હતી. ત્યારે પ્રિયાને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ પ્રિયાને વારંવાર લગ્ન કરવાની લાલચ આપીને સંબંધ બંધાતો હતો. પ્રકાશે પ્રિયાના પરિવારને પણ પોતે પરણિત હોવાની વાત જણાવી ન હતી. પ્રકાશે પ્રિયાને અલગ અલગ બહાને અલગ અલગ જગ્યાઓએ લઈ જઈને સંબંધ બાંધ્યો હતો. જેમાં આરોપીની ધડપકડ કરી મેડિકલ તપાસ કરી વલસાડ રૂરલ પોલીસે પ્રકાશની ધરપકડ કરી હતી. તેમજ સોમવારે આરોપીની ઓળખ પરેડ કરાવી કોર્ટમાંથી રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરશે.

ABOUT THE AUTHOR

...view details