ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં ફાયરિંગની ઘટનાથી ચકચાર, પોલીસે હુમલાખોરને પકડવા ચક્રો કર્યા ગતિમાન - firing in Vapi

વાપીઃ રાજ્યમાં ગુનાખોરીની ઘટનામાં દિવસે ને દિવસે સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે શહેરના ટાંકી ફળિયામાં જૂની અદાવતમાં ગુરૂવારે સાંજે એક યુવાન પર ફાયરિંગ કરી તમંચા વડે માથામાં માર મારતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં હુમલાખોરો નાસી છૂટતા વાપી ટાઉનમાં ઇજાગ્રસ્ત ઇસમની ફરિયાદને આધારે પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસે શુક્રવારે ઘટનાસ્થળે પહોંચી આસપાસના લોકો પાસેથી વિગતો એકઠી આગળની તપાસ હાથ ધરી છે.

વાપીમાં ફાયરિંગની ઘટનાથી ચકચાર

By

Published : Nov 15, 2019, 7:39 PM IST

વાપીના ટાંકી ફળિયા ખાતે રહેતા અનિકેત મુકેશ પટેલ પર 7 જેટલા ઇસમોએ જૂની અદાવતને લઇને હુમલો કર્યો હતો. આ ઘટનામાં મળતી માહિતી અનુસાર વાપી રેલવે ગરનાળા નજીક આવેલી ચાલીમાં કેટલાક અજાણ્યા યુવાને બોલાચાલી કરતા યુવાનો તેમના ફળિયામાં ચારેક માસ પહેલા ઝઘડો કર્યો હતો. જેથી સમાધાન કરવા આવ્યા હોવાનું જણાવી અચાનક એક ઇસમે માર મારતા હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. જેથી યુવાનને માથાના ભાગે ઇજા પહોંચી હતી અને આ ઇસમો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતાં.

વાપીમાં ફાયરિંગની ઘટનાથી ચકચાર

આ બનાવ બાદ ઇજાગ્રસ્ત અનિકેતને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં સારવાર બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે PIS એસ.જે બારીયાએ હુમલાખોરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, વાપીમાં ઔદ્યોગિક વિકાસની સાથે પરપ્રાંતિય ગુનાઓ પણ વધ્યા છે. વાપીમાં અવારનવાર મારામારીના બનાવો, ચોરી-લૂંટના બનાવો સામે આવે છે, ત્યારે તંત્રની બેદરકારી સામે અનેક પ્રશ્નો ઉભા થાય છે અને આતંક મચાવતા લુખ્ખાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ શહેરીજનો દ્વારા માગ ઉઠી છે.

ABOUT THE AUTHOR

...view details