ગુજરાત

gujarat

ETV Bharat / state

ડુંગરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલએ કરી આત્મહત્યા, પોલીસ બેડામાં ચકચાર - વલસાડ ન્યુઝ

વલસાડ જિલ્લામાં ડુંગરી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર નાઈકે જિલ્લાના પ્રમુખ ગ્રીનમાં આવેલા તેમના નિવાસ્થાને ગળે ફાંસો ખાઈ આત્હત્યા કરી લેતા પોલીસ બેડાંમાં શોકની લાગણી ફેલાઈ છે. જોકે તેમની આત્મહત્યા કરવા પાછળ કોઈ કારણ જાણવા મળ્યું નથી.

ડુંગરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલએ કરી આત્મહત્યા
ડુંગરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલએ કરી આત્મહત્યા

By

Published : Dec 19, 2020, 8:07 PM IST

  • વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કરી આત્મહત્યા
  • પોતાના નિવાસ સ્થાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
  • ઘણા સમયથી કોઈ બિમારીતી પીડીતા હતા

વલસાડઃ જિલ્લાના ડુંગરી પોલીસ મથકે ફરજ બજાવતા 54 વર્ષીય પોલીસકર્મી મહેન્દ્ર બલીરામ નાઇકે શનિવારે પોતાના ઘરમાં દોરી વડે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતુ. તેઓ હાલમાં ડુંગરી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેમના નિખાલસ સ્વભાવને લઈને તેઓ દરેક લોકોના ચાહિતા હતા.

ડુંગરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલએ કરી આત્મહત્યા

પોલીસ બેડાંમાં શોકની લાગણી

પોલીસકર્મીની આત્મહત્યાના કારણે જિલ્લા પોલીસ બેડામાં દુઃખની લાગણી ફેલાઇ છે. મહેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી ડુંગરી પોલીસ મથકે પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમારીથી પીડાતા હતા. તેમણે શનિવારે સવારે પ્રમુખ ગ્રીન સોસાયટી મોગરવાડી તેમના પોતાના ઘરના રૂમમાં જઇ જીવન ટુંકાવવાનો નિર્ણય લીધો અને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતુ.

સીટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

આ ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પીઆઇ એચ. જે. ભટ્ટ તેમજ અન્ય પોલીસ કાફલો ત્યાં પહોંચી ગયો હતો. તેમણે મહેન્દ્રના મૃતદેહને નીચે ઉતારી તેને હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.

પોલીસકર્મીની આત્મહત્યાનું કારણ અકબંધ

જોકે પોલીસકર્મીએ આત્મહત્યા જેવું પગલું કેમ ભર્યું તે બાબતે હજુ સુધી કોઈ કારણ જાણી શકાયું નથી. પરંતુ પોલીસ બેડાંમાંથી એક મહત્વના પોલીસ કર્મીની ખોટ સદા વલસાડ પોલીસ વિભાગને પડશે. તેવું પોલીસ કર્મચારીઓ જણાવી રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details