ગુજરાત

gujarat

ETV Bharat / state

રામ મંદિર શિલાન્યાસના અવસરે વાપીમાં ફટાકડા ફોડી ઉજવણી કરાઇ - Municipal President

અયોધ્યામાં શ્રી રામ મંદિર શિલાન્યાસને લઈ આ દિવસની વલસાડ જિલ્લાના વાપીમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. વાપીમાં નગરપાલિકા પ્રમુખ, VIA સેક્રેટરીની ઉપસ્થિતિમાં પાલિકાના નગર સેવકે સુલપડ વિસ્તારમાં ફટાકડા ફોડી, મીઠાઈ વંહેંચી ખુશી વ્યક્ત કરી હતી. આ દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે તેવું જણાવી પાલિકા પ્રમુખ અને VIA સેક્રેટરીએ વાપીના કાર સેવકોને પણ બિરદાવ્યા હતા.

The foundation stone
વાપીમાં રામ મંદિર શિલાન્યાસની ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ઉજવણી કરાઇ

By

Published : Aug 5, 2020, 8:04 PM IST

વાપીમાં રામ મંદિર શિલાન્યાસની ઉજવણી કરાઇ

  • સુલપડ વિસ્તારમાં ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી કરાઇ ઉજવણી
  • કાર સેવકોનું સન્માન કરી તેમને બિરદાવ્યા
  • નગરપાલિકા પ્રમુખ, VIA સેક્રેટરી સહિત તમામે જય શ્રી રામનો જયઘોષ કર્યો
    વાપીમાં રામ મંદિર શિલાન્યાસની ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ઉજવણી કરાઇ

વલસાડઃ અયોધ્યામાં શ્રી રામ મંદિર શિલાન્યાસને લઈ આ દિવસની વલસાડ જિલ્લાના વાપીમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. વાપીમાં નગરપાલિકા પ્રમુખ, VIA સેક્રેટરીની ઉપસ્થિતિમાં પાલિકાના નગર સેવકે સુલપડ વિસ્તારમાં ફટાકડા ફોડી, મીઠાઈ વહેચી ખુશી વ્યક્ત કરી હતી.

વાપીમાં રામ મંદિર શિલાન્યાસની ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ઉજવણી કરાઇ

5મી ઓગસ્ટનો દિવસ સમગ્ર દેશમાં સુવર્ણ અક્ષરે અંકિત થયો છે. આ દિવસે અયોધ્યામાં શ્રી રામના ભવ્ય મંદિરની શિલાન્યાસ વિધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાધુ-સંતોના હસ્તે પૂર્ણ કરાઈ હતી. આ દિવસના મહત્વને ધ્યાને રાખી દેશની સાથે વાપીમાં પણ રામભક્તોએ ફટાકડા ફોડ્યા હતા અને મીઠાઈ વંહેંચી જય શ્રી રામના જયઘોષ સાથે ઉજવણી કરી હતી.

રામ મંદિર શિલાન્યાસ ઉજવણીમાં વાપીના નગર પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી સતીશ પટેલની ઉપસ્થિતિમાં સુલપડ વિસ્તારના નગરસેવક સંજય પટેલે આ ઉજવણીનો કાર્યક્રમ યોજ્યો હતો.

વાપીમાં રામ મંદિર શિલાન્યાસની ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ઉજવણી કરાઇ

જેમાં સુલપડ વિસ્તારમાં સૌપ્રથમ મહાનુભાવોના હસ્તે શ્રી રામની તસ્વીરને ફુલહાર અર્પણ કરી, દીપ પ્રગટાવી ફટાકડા ફોડ્યા હતા તેમજ ઉપસ્થિત તમામ લોકોને મીઠાઈ ખવડાવી હતી. આ પ્રસંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે 500 વર્ષથી દેશ જે માટે સંઘર્ષ કરી રહ્યો હતો, તે રામ મંદિરના વિવાદનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગીરીમાં સુખદ અંત આવ્યો છે.

5મી ઓગસ્ટના અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વાપીના હયાત અને મૃત્યુ પામેલા કાર સેવકોને પણ પ્રમુખે પ્રણામ કરી બિરદાવ્યા હતા.

વાપીમાં રામ મંદિર શિલાન્યાસની ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ઉજવણી કરાઇ

વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી સતીશ પટેલે જણાવ્યું હતું કે, 5મી ઓગસ્ટ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આજના દિવસે ભવ્ય રામમંદિરનો શિલાન્યાસ થયો છે. હિન્દૂ સમાજ માટે આ ગૌરવવંતો દિવસ છે. જેને આવનારી પેઢી પણ સંકલ્પ સાથે યાદ રાખશે.

વાપીમાં નગરપાલિકા પ્રમુખ, VIA સેક્રેટરી સતીશ પટેલ અને નગરસેવક સંજય પટેલે ફટાકડા ફોડ્યા હતા તેમજ મીઠાઈ વંહેંચી કાર સેવકોનું સન્માન કરી તેમને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામે જય શ્રી રામનો જયઘોષ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details