ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં પ્રથમ ટીકાકરણ કરાવનાર ડૉ. અશોક ભોલાણી સાથે ETV ભારતની ખાસ વાતચીત - કોવિશીલ્ડ રસીકરણ

વાપીમાં ડુંગરા આરોગ્ય કેન્દ્ર ખાતે વલસાડ જિલ્લાના સાંસદ અને નગરપાલિકાના પ્રમુખ દ્વારા કોવિશીલ્ડ રસીકરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં સૌ પ્રથમ વાપીના RBSKના મેડિકલ ઓફિસર ડૉ. અશોક ભોલાણીએ ટીકાકારણ કરાવ્યું હતું. જેની સાથે ETV ભારતે ખાસ વાતચીત કરી હતી.

વાપીમાં પ્રથમ ટીકાકરણ કરાવનાર ડૉ. અશોક ભોલાણી સાથે ETV ભારતની ખાસ વાતચીત
વાપીમાં પ્રથમ ટીકાકરણ કરાવનાર ડૉ. અશોક ભોલાણી સાથે ETV ભારતની ખાસ વાતચીત

By

Published : Jan 16, 2021, 2:18 PM IST

  • વાપીમાં અશોક ભોલાણી નામના તબીબે સૌ પ્રથમ લગાવી વેક્સિન
  • રસી લગાવ્યા બાદ સ્વસ્થ હોવાનો આનંદ વ્યકત કર્યો
  • દરેકે કોરોના સામે લડવા રસી લગાવવી જોઈએ

વાપી : વલસાડ જિલ્લામાં આજથી કોવિશીલ્ડ વેક્સિનેશન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જેમાં વાપીના ડુંગરા આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબ અશોક ભોલાણીએ સૌથી પહેલા કોવિશીલ્ડ રસી મુકાવી પોતાનો અનુભવ જણાવ્યો હતો.

વાપીમાં કોવિશિલ્ડ વેક્સિનેશન પ્રક્રિયાનો પ્રારંભ

કોઈ સાઈડ ઇફેક્ટ નથી

રસીકરણ બાદ ઓબ્ઝર્વેશનમાં 30 મિનિટ સુધી બેસેલા ડૉ. અશોક ભોલાણીએ જણાવ્યું હતું કે, રસીકરણ પહેલા શરીરમાં જે ઉત્સાહ હતો. તેવો જ ઉત્સાહ રસી મુકાવ્યા બાદ છે. શરીરમાં કોઈ ગભરામણ કે સાઈડ ઇફેક્ટ જેવું કશું નથી.

વાપીમાં પ્રથમ ટીકાકરણ કરાવનાર ડૉ. અશોક ભોલાણી સાથે ETVની ખાસ વાતચીત

ટીમને પ્રોત્સાહન આપવા લીડર બની આગળ આવ્યાં

જે રીતે આપણે અન્ય રસીઓ મુકાવીએ છીએ એ જ પ્રકારે આ રસી મુકવામાં આવી છે. પોતે RBSKમાં તાલુકા નોડલ ઓફિસર છે. એટલે પોતાની ટીમને પ્રોત્સાહન આપવા લીડર તરીકે સૌથી પહેલા રસીકરણ કરાવ્યું છે.

કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિન અકસીર

ડૉ. અશોક ભોલાણીના જણાવ્યા મુજબ ઇન્જેક્શન મુકાવતી વખતે સાથે અન્ય મહાનુભાવો પણ હતા. જેને કારણે જરા સંકોચ અનુભવાયો હતો. પરંતુ તે બાદ કોઈ જ ગભરામણ નથી. અન્ય વેક્સિન જે રીતે શરીરમાં એન્ટીબોડી માટે જરૂરી છે. તેવી જ રીતે આ રસી પણ કોરોના સામે રક્ષણ મેળવવા જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details